IPL 2025

શાર્દુલ હાથ મિલાવવા આગળ આવ્યો, માલિક ગોયેન્કાએ ઝૂકીને, હાથ જોડીને નમન કર્યા!

હૈદરાબાદ: ગુરુવારની આઈપીએલ (IPL 2025) મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની યજમાન ટીમ જીતવા માટે ફેવરિટ હતી, પરંતુ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ જે રોમાંચક વિજય મેળવ્યો એ જીતના કર્ણધાર શાર્દુલ ઠાકુર (Shardul Thakur)ને અનોખો અને સુખદ અનુભવ થયો હતો.

મૅચ-વિનર શાર્દુલ સાથી ખેલાડીઓમાં અને મિત્રોમાં ‘લોર્ડ’ તરીકે ઓળખાય છે. તે મૅચ બાદ મેદાન પર ટીમના ખેલાડીઓ અને સ્ટાફની વચ્ચે ઊભેલા ટીમના માલિક સંજીવ ગોયેન્કા (Sanjiv Goenka) સાથે હાથ મિલાવવા આગળ આવ્યો ત્યારે ગોયેન્કા ખુદ તેની નજીક આવ્યા હતા અને તેમણે નીચા નમીને શાર્દુલને વંદન કરીને શાનદાર વિજય બદલ હસીને તેનો આભાર માન્યો હતો અને પછી ભેટીને તેને શાબાશી પણ આપી હતી.

https://twitter.com/LucknowIPL/status/1905510866071777516

આ પણ વાંચો: હજારો પ્રેક્ષકોની ચીસો વચ્ચે સીએસકે જીત્યું ટૉસ, પહેલાં ફીલ્ડિંગ પસંદ કરી…

એ પહેલાં, ગોયેન્કા કેપ્ટન રિષભ પંતને ભેટ્યા હતા અને અન્ય ખેલાડીઓને પણ અભિનંદન આપ્યા હતા.
ગયા વર્ષે લખનઊની એક મૅચમાં હાર થયા બાદ એ સમયના કેપ્ટન કેએલ રાહુલને ગોયેન્કા ઉગ્ર થઈને ઠપકો આપી રહ્યા હોય એવો વીડિયો વાઈરલ થયો હતો. આ વખતે દિલ્હી સામેના પરાજય બાદ ગોયેન્કાની કેપ્ટન રિષભ સાથે વાતચીત થઈ હતી એનો વીડીયો પણ વાઈરલ થયો હતો અને એવું માનવામાં આવું હતું કે ગોયેન્કાએ કેટલીક ભૂલો બદલ પંતને ઠપકો આપ્યો હતો.

https://twitter.com/LucknowIPL/status/1905329736441856217

ગુરુવારે હૈદરાબાદે નવ વિકેટે 190 રન બનાવ્યા પછી લખનઊએ 16.1 ઓવરમાં પાંચ વિકેટે 193 રન બનાવ્યા હતા. હૈદરાબાદની ચાર વિકેટ લેનાર શાર્દુલ ઠાકુરને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:રોહિત, તિલક, સૂર્યાએ મજાકમાં કોને ટિંગાટોળી કરીને સ્વિમિંગ-પૂલમાં ફેંકી દીધો?

ત્રણ મહિના અગાઉની હરાજીમાં શાર્દુલને કોઈપણ ટીમે નહોતો ખરીદ્યો એટલે તેણે ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટમાં રમવાનું નક્કી કરી લીધું હતું, પરંતુ શાર્દુલનું ભાગ્યચક્ર ફરી ગયું હતું અને પછીથી લખનઊના ફ્રેન્ચાઇઝીએ પેસ બોલિંગ આક્ર્મણ મજબૂત કરવા માટે તેમ જ ઈજાગ્રસ્ત મોહસીન ખાનના વિકલ્પ તરીકે શાર્દુલને બે કરોડ રૂપિયાની મૂળ કિંમતે ખરીદી લીધો હતો. દિલ્હી સામેની મૅચમાં શાર્દુલને ફક્ત બે ઓવર બોલિંગ મળી હતી જેમાં તેણે બે વિકેટ લીધી હતી.

શાર્દુલને લખનઊની ટીમમાં એલએસજીના મેન્ટર ઝહીર ખાને લેવડાવ્યો છે. શાર્દુલ હજી બે જ મૅચ રમ્યો છે અને છ વિકેટ સાથે તમામ બોલર્સમાં બીજા નંબરે છે. ચેન્નઈનો સ્પિનર નૂર અહમદ સાત વિકેટ સાથે પર્પલ કેપ ધરાવે છે.
એલએસજીની આગામી મૅચ મંગળવારે લખનઊમાં જ પંજાબ સામે રમાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button