IPL 2025

કેએલ રાહુલે કોહલીનો રેકૉર્ડ તોડી નાખ્યો, ગેઇલ-બાબરની બરાબરીમાં આવી ગયો

નવી દિલ્હીઃ દિલ્હી કૅપિટલ્સ (DC)ના વિકેટકીપર અને ઓપનિંગ બૅટ્સમૅન કેએલ રાહુલે અહીં ટી-20 ક્રિકેટમાં સૌથી ઝડપે 8,000 રન પૂરા કરીને ભારતીયોમાં વિરાટ કોહલીનો વિક્રમ તોડી નાખ્યો હતો અને વિશ્વભરના ખેલાડીઓમાં ક્રિસ ગેઇલ તથા બાબર આઝમની બરાબરીમાં થઈ ગયો હતો. રાહુલે આ અપ્રતિમ સિદ્ધિ અહીં ગુજરાત ટાઇટન્સ (GT) સામેની મૅચમાં મેળવી હતી.

રાહુલે (KL RAHUL) 224 ઇનિંગ્સમાં 8,000 રન પૂરા કર્યા છે. કોહલીને 8,000મા રન સુધી પહોંચવા 243 ઇનિંગ્સ રમવી પડી હતી.

આ પણ વાંચો: જયપુરના થ્રિલરમાં પંજાબને મિડલ-ઑર્ડરના બૅટ્સમેનો અને બોલર્સે અપાવ્યો વિજય…

ટી-20 વર્લ્ડ કપમાં સૌથી ઝડપે 8,000 રન કરવાનો વિશ્વવિક્રમ વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેઇલના નામે છે. તેણે માત્ર 213 ઇનિંગ્સમાં 8,000 રન કર્યા હતા, જ્યારે બીજા નંબરના બાબર આઝમે એ સિદ્ધિ 218મી ઇનિંગ્સમાં હાંસલ કરી હતી.

દરમ્યાન ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી અને દિલ્હીને પ્રથમ બૅટિંગનો મોકો મળ્યો હતો. ફાફ ડુ પ્લેસી ફક્ત પાંચ રનના પોતાના સ્કોર પર અર્શદ ખાનના બૉલમાં મોહમ્મદ સિરાજના હાથમાં કૅચઆઉટ થયો હતો, પરંતુ સાથી ઓપનર રાહુલે એક છેડો સાચવી રાખ્યો હતો.

ટી-20માં સૌથી ઝડપે કોના 8,000 રન:

ક્રિસ ગેઇલ…213 ઇનિંગ્સમાં
બાબર આઝમ…218 ઇનિંગ્સમાં
કેએલ રાહુલ…224 ઇનિંગ્સમાં
વિરાટ કોહલી…243 ઇનિંગ્સમાં
મોહમ્મદ રિઝવાન…244 ઇનિંગ્સમાં

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button