
ચેન્નઈઃ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના કૅપ્ટન અજિંક્ય રહાણેએ આજે અહીં ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. ઋતુરાજ ગાયકવાડની ગેરહાજરીમાં હવે આ આઇપીએલની બાકીની મૅચોમાં મહેન્દ્રસિંહ ધોની ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ટીમની કૅપ્ટન્સી સંભાળશે અને બે વર્ષ બાદ ફરી એક વાર મેદાન પર ટૉસ (TOSS) માટે તે મેદાન પર આવ્યો હતો અને હજારો પ્રેક્ષકોએ તેને બૂમો પાડીને ફરી કૅપ્ટનપદે આવકાર્યો હતો.
રહાણેએ `હેડ’નો કૉલ આપ્યો હતો અને તેનું સાચું પડતાં તેણે ફીલ્ડિંગ પસંદ કરી હતી. ધોનીએ ટૉસ પછીના ટૂંકા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સીએસકેનો વિચાર પ્રથમ બૅટિંગ લેવાનો જ હતો.
કેકેઆરની ટીમમાં સ્પેન્સર જૉન્સનના સ્થાને મોઇન અલીને સમાવવામાં આવ્યો છે. ઋતુરાજ ગાયકવાડ કોણીના ફ્રૅક્ચરને કારણે બાકીની મૅચો નથી રમવાનો. તેના સ્થાને રાહુલ ત્રિપાઠીને ઇલેવનમાં સામેલ કરાયો છે. મુકેશ ચૌધરીના સ્થાને અંશુલ કમ્બોજનો ઇલેવનમાં સમાવેશ કરાયો છે.
આપણ વાંચો: કોહલીએ આઇપીએલમાં રચ્યો ઇતિહાસઃ 1,000 બાઉન્ડરી ફટકારનારો પ્રથમ ખેલાડી બન્યો…
બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન (PLAYING ELEVEN)
કોલકાતાઃ અજિંક્ય રહાણે (કૅપ્ટન), ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેન્કટેશ ઐયર, રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, મોઇન અલી, હર્ષિત રાણા, વૈભવ અરોરા અને વરુણ ચક્રવર્તી. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ અંગક્રિશ રઘુવંશી, મનીષ પાન્ડે, અનુકૂલ રૉય, રૉવમૅન પોવેલ, લવનીથ સિસોદિયા.
ચેન્નઈઃ મહેન્દ્રસિંહ ધોની (કૅપ્ટન, વિકેટકીપર). ડેવૉન કૉન્વે, રચિન રવીન્દ્ર, રાહુલ ત્રિપાઠી, શિવમ દુબે, વિજય શંકર, રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, નૂર અહમદ, અંશુલ કમ્બોજ, ખલીલ અહમદ. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ મથીશા પથિરાના, કમલેશ નાગરકોટી, શેખ રાશીદ, જૅમી ઓવર્ટન, દીપક હૂડા.