IPL 2025

કેકેઆરના 200 રન, હૈદરાબાદે નવ રનમાં ત્રણ વિકેટ ગુમાવી

રહાણે, રઘુવંશી, વેન્કટેશ, રિન્કુની આતશબાજી પણ હૈદરાબાદની ધબડકા સાથે શરૂઆત

કોલકાતાઃ અહીં ઈડન ગાર્ડન્સમાં આઈપીએલ (IPL 2025)માં સનરાઇઝર્સ હૈદરાબાદે (SRH) બૅટિંગ આપ્યા બાદ ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સે (KKR) ધબડકા સાથે શરૂઆત કરી હતી, પણ પછી ચાર ઉપયોગી ઇનિંગ્સની મદદથી કેકેઆરની ટીમે 20 ઓવરને અંતે છ વિકેટના ભોગે 200 રનનો પડકારરૂપ સ્કોર નોંધાવ્યો હતો.

ત્યાર બાદ હૈદરાબાદે ફક્ત નવ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ખતરારૂપ ઓપનર ટ્રૅવિસ હેડ (ચાર રન)ની વિકેટ ગુમાવીને ધબડકા સાથે શરૂઆત કરી હતી. તેને વૈભવ અરોરાએ આઉટ કર્યો હતો, જ્યારે અભિષેક શર્મા (બે રન)ની હર્ષિત રાણાએ વિકેટ લીધા બાદ વૈભવે પછીની ઓવરમાં ઇશાન કિશન (બે રન)ને પૅવિલિયન ભેગો કર્યો હતો.

આ પણ વાંચો: 2024ના બે ફાઇનલિસ્ટ આજે સામસામેઃ તળિયેથી કઈ ટીમ ઉપર આવી શકશે?

31મી માર્ચે વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે પરાજિત થઈને ઈડન પહોંચેલી કેકેઆરની ટીમના કૅપ્ટન અજિંક્ય રહાણે (38 રન, 27 બૉલ, ચાર સિક્સર, એક ફોર) તેમ જ અંગક્રિશ રઘુવંશી (50 રન, 32 બૉલ, બે સિક્સર, પાંચ ફોર), વેન્કટેશ ઐયર (60 રન, 29 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) તેમ જ રિન્કુ સિંહે (32 અણનમ, 17 બૉલ, એક સિક્સર, ચાર ફોર)એ ટીમને 200 રનનો જાદુઈ આંક અપાવ્યો હતો.

મૅચની શરૂઆત બાદ 14મા રને કેકેઆરે ક્વિન્ટન ડિકૉક (એક રન) અને 16મા રને સુનીલ નારાયણ (સાત રન)ની વિકેટ ગુમાવી હતી. જોકે ત્યાર બાદ રહાણે-રઘુવંશી વચ્ચે ત્રીજી વિકેટ માટે 81 રનની ભાગીદારી થઈ હતી.

હૈદરાબાદ વતી શમી, કમિન્સ, ઝીશાન, હર્ષલ પટેલ અને કામિન્ડુ મેન્ડિસે એક-એક વિકેટ લીધી હતી. હર્ષલ પટેલે 13મી ઓવરમાં રઘુવંશીનો જે કૅચ ઝીલ્યો એ વર્લ્ડ-ક્લાસ કૅચીઝમાં જરૂર ગણાશે. તેણે બાઉન્ડરી લાઇનની નજીકથી આગળની દિશામાં દોડી આવ્યા બાદ અફલાતૂન કૅચ પકડ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button