Nita Ambani કે Kavya Maran કોણ છે IPLની સૌથી અમીર માલકિન?

આઈપીએલ-2025 (IPL-2025)ની શાનદાર શરૂઆત થઈ ગઈ છે. આઈપીએલની અનેક ટીમની બ્રાન્ડ વેલ્યુ કરોડોમાં છે. આઈપીએલ ટીમના માલિકોમાં ઉદ્યોગપતિ, કારોબારી અને અભિનેતા-અભિનેત્રીઓનો સમાવેશ પણ થાય છે.
જે લોકો એવું વિચારે છે કે ક્રિકેટ એ માત્ર પુરુષોની પ્રિય રમત છે તેમને જાણીને નવાઈ લાગશે કે આ આઈપીએલમાં અનેક ટીમની માલિકી મહિલાઓની છે. પરંતુ આ મહિલાઓમાંથી સન રાઈઝર્સ હૈદરાબાદની ઓનર કાવ્યા મારન કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમના ઓનર નીતા અંબાણી કોણ વધુ અમીર છે એ જાણો છો? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
વાત કરીએ આઈપીએલની સૌથી અમીર માલકિનની તો નીતા અંબાણી (Nita Ambani) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની છે અને તેઓ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સ છે અને મુંબઈ ઈન્ડિયન્સા માલિક પણ છે.
આપણ વાંચો: WPL ટ્રોફી જીત્યા બાદ MIના ખેલાડીઓએ કરી શાનદાર ઉજવણી, નીતા અંબાણી પણ જોડાયા
લાયન્સનું માર્કેટ કેપ 16 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. નીતા અંબાણીની કુલ સંપત્તિ 34,000 કરોડ રૂપિયાની હોવાનો અંદાજ છે. આ સિવાય તેમની લક્ઝરી કાર, મોંઘી પ્રોપર્ટી અને મુંબઈ ઈન્ડિયન્સ જેવી મોટી આઈપીએલ ટીમનો સમાવેશ પણ થાય છે.
જ્યારે સન રાઈઝર્સ હૈદરાબાદની માલકિન કાવ્યા માનર સન ટીવી નેટવર્કના માલિક કલાનિધિ મારનના પુત્રી છે અને સન ગ્રુપના વ્યવસાય સાથે પણ સંકળાયેલી છે. સન ગ્રુપની કુલ સંપત્તિ 24,000 કરોડ રૂપિયાથી વધુ છે. કાવ્યા મારનની કુલ સંપત્તિ 410 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે, પરંતુ તેમના પરિવાર અને કંપનીની કુલ સંપત્તિ આના કરતા વધારે છે.
આપણ વાંચો: નીતા અંબાણી પાસે રહેલાં આ નેકલેસની કિંમત એટલી કે સાત પેઢીઓ આરામથી…
મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલમાં સૌથી સફળ ટીમમાંથી એક છે અને તેની બ્રાન્ડ વેલ્યુ 10,000 કરોડ રૂપિયા છે જેટલી છે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદની કિંમત આશરે 3,000 કરોડ રૂપિયા જેટલી છે.
ટૂંકમાં કહીએ તો નીતા અંબાણી અને કાવ્યા મારન બંનેની સરખામણીમાં નીતા અંબાણી સૌથી વધુ ધનવાન છે. તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મુંબઈ ઈન્ડિયન્સ અને બીજા અનેક બિઝનેસ વેન્ચરના માલિક છે. એ જ રીતે કાવ્યા મારન પણ એક ઉદ્યોગપતિ પરિવારમાંથી આવે છે, પરંતુ તેની પ્રોપર્ટી નીતા અંબાણી કરતાં ખૂબ જ ઓછી છે.