IPL 2025

IPL 2025: ઈરફાન પઠાણનો કેમ કોમેન્ટ્રી ટીમમાં નથી કરવામાં આવ્યો સમાવેશ? જાણો શું છે કારણ…

IPL 2025: ઈરફાન પઠાણનો કેમ કોમેન્ટ્રી ટીમમાં નથી કરવામાં આવ્યો સમાવેશ? જાણો શું છે કારણ

કોલકાતાઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન શરૂ થવાને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. ક્રિકેટમાં ખેલાડીઓની સાથે કોમેન્ટેટર્સ પણ પોતાની આગવી શૈલીથી એક રોમાંચ ઉભો કરે છે. આઈપીએલ 2025 માટે કોમન્ટ્રી પેનલની જાહેરાત થઈ ગઈ છે. જેમાં પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણનું નામ નથી. જેને લઈ ઘણા લોકોને આંચકો લાગ્યો છે.

આ પણ વાંચો:શનિવારથી આઇપીએલના ધમાકા શરૂ

એક રિપોર્ટ પ્રમાણે, કેટલાક ભારતીય ખેલાડીઓ સામે બોલવાના કારણે ઈરફાન પઠાણને કોમેન્ટ્રી પેનલમાંથી બહાર રાખવામાં આવ્યો છે. કેટલાક ખેલાડીઓએ પઠાણની કોમેન્ટ્રીને લઈ ફરિયાદ કરી હતી. પઠાણ પર અંગત ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન પઠાણે ખેલાડીઓ પર કરેલી અંગત ટિપ્પણી ખેલાડીઓને પસંદ આવી નહોતી, ઉપરાંત તેનો એટિટ્યૂડ પણ બરાબર નહોતો. પઠાણની આ વાતથી બીસીસીઆઈ પણ નારાજ હતું. આ કારણે પઠાણને કોમેન્ટ્રી પેનલનો હિસ્સો બનાવવામાં ન આવ્યો હોવાની ચર્ચા થઈ રહી છે.

આઈપીએલ 2025ની કોમેન્ટ્રી ટીમમાં સામેલ ન થયા બાદ ઈરફાન પઠાણે સોશિયલ મીડિયાના માધ્યમથી યુ ટ્યુબ ચેનલની પુષ્ટિ કરી હતી. શૉ ને તેણે સીધી બાત વિથ ઈરફાન પઠાણ નામ આપ્યું છે. આ ઉપરાંત ફેંસને પણ સપોર્ટ કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો:IPL 2025: KKR vs RCB ઇડન ગાર્ડન્સની પિચ કેવી રહેશે? જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ્સ…

પઠાણની કેવી છે કરિયર

ગુજરાતી ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે 29 ટેસ્ચમાં 1105 રન બનાવવાની સાથે 100 વિકેટ ઝડપી છે. 120 વન ડેમાં તેણે 173 વિકેટ લેવાની સાથે 1544 રન બનાવ્યા છે. જ્યારે 24 ટી20માં 172 રન બનાવવાની સાથે 28 વિકેટ ઝડપી છે. આઈપીએલની 103 મેચમાં ઈરફાન પઠાણે 80 વિકેટ લેવાની સાથે 1139 રન પણ બનાવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button