રાજસ્થાને ફરી લક્ષ્યાંક ચેઝ કરવાનું પસંદ કર્યું, ચેન્નઈને પ્રથમ બૅટિંગનો મોકો
પ્લે-ઑફની રેસની બહાર થઈ ચૂકેલી બન્ને ટીમ રહીસહી આબરૂ સાચવવાના આશયથી રમશે

નવી દિલ્હીઃ આઇપીએલની 18મી સીઝનના પ્લે-ઑફ રાઉન્ડની બહાર થઈ ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) તથા રાજસ્થાન રૉયલ્સ (RR) વચ્ચે આજે જે મૅચ છે એ બન્ને ટીમ માટે પરિણામની દૃષ્ટિએ મહત્ત્વની નથી, પરંતુ બન્નેને આજે જીતીને રહીસહી આબરૂ બચાવવાની તક છે અને રાજસ્થાને ટૉસ (TOSS) જીતીને ફીલ્ડિંગ (FIELDING) પસંદ કરતા ચેન્નઈને પ્રથમ બૅટિંગ (BATTING)નો મોકો મળ્યો છે.
રાજસ્થાનની ટીમે આ વખતે ઘણી વાર ટાર્ગેટ ચેઝ કરવાનું પસંદ કર્યું છે, પરંતુ પછડાટ ખાધી છે. 13 મૅચ રમીને ફક્ત છ પૉઇન્ટ મેળવનાર સંજુ સૅમસનની ટીમ 13માંથી 10 મૅચ હારી ચૂકી છે. ચેન્નઈની ટીમનો 12માંથી નવ મૅચમાં પરાજય થયો છે.
રાજસ્થાન આજે હારશે એટલે સાવ તળિયે રહી જશે.
આપણ વાંચો: રાજસ્થાન રૉયલ્સ આજે હારે એટલે સાવ તળિયે
મૂળ શેડ્યૂલ મુજબ રાજસ્થાન-ચેન્નઈની આ મૅચ ચેન્નઈમાં રમાવાની હતી, પણ ભારત-પાકિસ્તાન વચ્ચેના જંગને પગલે નવેસરથી સમયપત્રક બનાવવામાં આવ્યું જેમાં આ મૅચ દિલ્હીમાં રમાવાની છે.
ચેન્નઈની રવિવારની આખરી મૅચ અમદાવાદમાં રમાવાની હોવાથી ચેન્નઈના ક્રિકેટપ્રેમીઓને હવે તેમના સુપરહીરો એમએસ ધોનીને ફરી રમતો નહીં જોવા મળે? જોકે ધોની હજી 2026ની આઇપીએલમાં રમશે એવી સંભાવના છે.
ખુદ તેણે જ તાજેતરમાં કહ્યું હતું કે ` 2026ની સીઝનમાં હું રમીશ કે નહીં એ નક્કી કરવા મારી પાસે હજી 10 મહિનાનો સમય છે.’ ચેન્નઈ-રાજસ્થાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 31 મૅચ રમાઈ છે જેમાં ચેન્નઈ 16-15ના રેશિયો સાથે જરાક આગળ છે.
આપણ વાંચો: દ્રવિડ રાજસ્થાન રૉયલ્સના કોચિંગ કૅમ્પમાં કેમ ગેરહાજર છે જાણો છો?
બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવનઃ
રાજસ્થાનઃ સંજુ સૅમસન (કૅપ્ટન, વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરૉન હેટમાયર, વનિન્દુ હસરંગા, ક્વેના મફાકા, યુધવીર સિંહ, તુષાર દેશપાંડે, આકાશ મઢવાલ. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ લુઆન્ડ્રે પ્રિટોરિયસ, શુભમ દુબે, કુમાર કાર્તિકેય, અશોક શર્મા, કુણાલ રાઠોર.
ચેન્નઈઃ એમએસ ધોની (કૅપ્ટન, વિકેટકીપર), આયુષ મ્હાત્રે, ડેવૉન કૉન્વે, ઉર્વિલ પટેલ, રવીન્દ્ર જાડેજા, શિવમ દુબે, ડેવાલ્ડ બ્રેવિસ, આર. અશ્વિન, નૂર અહમદ, અંશુલ કંબોજ, ખલીલ અહમદ. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ મથીશા પથિરાના, દીપક હૂડા, વિજય શંકર, કમલેશ નાગરકોટી, રામક્રિષ્ન ઘોષ.