IPL 2025

હૈદરાબાદના ખેલાડીઓને કેમ છેલ્લી ઘડીએ કહેવામાં આવ્યું કે, `તમારે બેંગલૂરુ નથી જવાનું, લખનઊમાં જ રહેજો’

લખનઊઃ ભારત-પાકિસ્તાન વચ્ચેના જંગને કારણે આઇપીએલની 18મી સીઝનનું મુખ્ય શેડ્યૂલ ખોરવાઈ ગયું અને હવે મેઘરાજા પીછો જ નથી છોડતા જેને લીધે બીસીસીઆઇએ સમયપત્રકમાં વધુ ફેરફાર જાહેર કરવા પડ્યા છે જે મુજબ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) વચ્ચેની શુક્રવાર, 23મી મેની મૅચ જે મૂળ શેડ્યૂલ પ્રમાણે બેંગલૂરુમાં રમાવાની હતી એ હવે એ જ દિવસે લખનઊ (LUCKNOW)માં રમાશે.

નવાઈની વાત એ છે કે હૈદરાબાદના ખેલાડીઓ મંગળવારે સાંજે લખનઊથી બેંગલૂરુ જવા રવાના થવાના હતા, પણ તેમને સૂચના અપાઈ હતી કે લખનઊમાં જ રહેજો કારણકે તમારી શુક્રવારની મૅચ લખનઊમાં જ રમાશે.

આપણ વાંચો: સનરાઇઝર્સ હૈદરાબાદે ટી-20 મૅચમાં સૌથી વધુ ફોરનો વિશ્વવિક્રમ રચી દીધો

બેંગલૂરુ (BENGALURU)માં વરસાદનો માહોલ જામી ગયો હોવાથી બેંગલૂરુ ખાતેની આગામી બન્ને મૅચ લખનઊને અપાઈ છે. બેંગલૂરુમાં વેધશાળાએ મુશળધાર વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને `યલો અલર્ટ’ જાહેર કર્યું છે.

બેંગલૂરુમાં ભારે વરસાદ ગુરુવાર સુધી પડતો રહેશે એવી આગાહી પણ વેધશાળાએ કરી હતી. 27મી મેની લખનઊ સામેની બેંગલૂરુની મૅચ પણ લખનઊ શહેરમાં જ રમાવાની છે.

હૈદરાબાદના ખેલાડીઓ લખનઊમાં સોમવારે લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી) સામે રમ્યા હતા અને 10 બૉલ બાકી રાખીને છ વિકેટના માર્જિનથી જીતી ગયા હતા. હવે પૅટ કમિન્સના નેતૃત્વમાં હૈદરાબાદની ટીમ શુક્રવારે લખનઊમાં બેંગલૂરુ સામે રમશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button