ગાવસકરે રૉબિન ઉથપ્પાને પૂછ્યું, `અરે! તેં કેમ મયંતી લૅન્ગરનું ટ્રાઉઝર પહેર્યું છે?

મુંબઈઃ ક્રિકેટ-લેજન્ડ સુનીલ ગાવસકર (SUBIL GAVASKAR) તેમ જ જાણીતી મહિલા ઍન્કર મયંતી લૅન્ગર (MAYANTI LANGER) અને ભૂતપૂર્વ ક્રિકેટર રૉબિન ઉથપ્પા =ROBIN UTHAPPA) આઇપીએલ (IPL-2025)ની બ્રૉડકાસ્ટિંગ ટીમના મેમ્બર છે અને તેઓ મૅચનું વિશ્લેષણ રજૂ કરવા ઉપરાંત ક્યારેક હળવી મજાક-મસ્તી પણ કરીને તેમ જ રમૂજ ફેલાવીને દર્શકોનું મનોરંજન કરતા હોય છે. આવો જ એક કિસ્સો થોડા દિવસ પહેલાં બની ગયો જેમાં સની ગાવસકરે મયંતી અને ઉથપ્પા, બન્નેને સાંકળીને માહોલ વધુ મનોરંજક બનાવી દીધો હતો.
તાજેતરમાં ભારતે ક્રિકેટના મેદાન પર પાકિસ્તાનને પછડાટ આપ્યાના થોડા દિવસ પછી ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી ત્યારે મેદાન પરથી સ્પેશિયલ કૉમેન્ટરી આપતા ગાવસકર બાળકની જેમ ખૂબ નાચ્યા હતા. એ ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની અને બીસીસીઆઇના પ્રમુખ રોજર બિન્નીની પુત્રવધૂ મયંતી લૅન્ગર તેમ જ બ્રૉડકાસ્ટિંક ટીમના અન્ય સાથીઓ ખૂબ હસ્યા હતા.
આપણે ગાવસકર, મયંતી અને ઉથપ્પાના જે કિસ્સાની અહીં વાત કરી રહ્યા છીએ એમાં બન્યું એવું કે થોડા દિવસ પહેલાં મયંતી સ્ટૂડિયોમાં જે આઉટફિટ (OUTFIT)માં આવી હતી એની સાથે સની ગાવસકરના ટ્રાઉઝરનો રંગ બંધબેસતો હતો. ત્યારે સ્ટૂડિયોમાં ગાવસકરની ટિપ્પણી પર બધા ખૂબ હસ્યા હતા અને હવે નવા કિસ્સામાં મયંતી જે આઉટફિટમાં સજ્જ થઈને આવી હતી એની સાથે ઉથપ્પાના ટ્રાઉઝરનો રંગ મૅચ થતો હતો. ગાવસકરે ઉથપ્પાને પૂછ્યું, હું રૉબિનને પૂછવા માગું છું કે તેણે મયંતીનું ટ્રાઉઝર શા માટે પહેર્યું છે?’ આ સાંભળીને મયંતી અને ઉથપ્પા, બન્ને જણ ખૂબ હસ્યા હતા.
ઉથપ્પા મજાકમાં જરાક મયંતીની નજીક આવ્યો અને તેના આઉટફિટ સાથે પોતાનું ટ્રાઉઝર સરખાવીને ઘટનાને વધુ મનોરંજક બનાવી હતી. ઉથપ્પાએ આ મજાક-મસ્તીના માહોલમાં ગાવસકરને જવાબમાં કહ્યું,હું બધાનું ધ્યાન તમારા પરથી મારા પર ખેંચવા માગતો હતો એટલે.’ ગાવસકરે કહ્યું, અરે ભાઈ, ટ્રાઉઝર તો મેં પણ પહેર્યું છે.’ મયંતીએ વચ્ચે પડતાં કહ્યું, આજે તમારા કે મારા વચ્ચે નહીં, પણ આપણા સ્ટાઇલિસ્ટે મીમ બનાવતી આ ચર્ચામાં ઝુકાવ્યું. આ પોઝના હવે સ્ક્રીનશૉટ લેવાશે અને મિમ પણ બનશે. બાય ધ વે, સનીજી, તમારું નિરીક્ષણ માનવું પડે હોં.
આપણ વાંચો : રોહિત-વિરાટ 2027નો વન-ડે વર્લ્ડ કપ રમતા જોવા મળશે? સુનીલ ગાવસકરની પ્રતિક્રિયા ચિંતાજનક કહી શકાય