IPL 2025

SRH vs PBKS: ‘પહલે મેરેસે પૂછો ના’ શ્રેયસ ઐયર અમ્પાયર પર ગુસ્સે કેમ ભરાયો?

હૈદરાબાદ: ગઈ કાલે શનિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025માં એક હાઈ સ્કોરિંગ રોમાંચક મેચ જોવા મળી હતી. IPL 2025ની 27મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ(PBKS) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા PBKSએ 245 રનનો વિશાળ સ્કોર ખડકયો હતો, ટીમના કેપ્ટન શ્રેયસ ઐયરે 36 બોલમાં 82 રનની ઇનિંગ રમી હતી. જો કે, SRHના બેટર્સની તોફાની બેટિંગને કારણે PBKSની જીતની આશા પર પાણી ફરી વળ્યું હતું. મેચ દમિયાન શ્રેયસ ઐયર આમ્પયાર પર રોષ ઠાલવી રહ્યો હોય (Shreyas Iyer) એવું પણ જોવા મળ્યું.

હોમ ગ્રાઉન્ડ પર 246 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી SRHની ઓપનીંગ જોડી અભિષેક શર્મા અને ટ્રાવીસ હેડે તોફાની શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલીયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પાંચમી ઓવરમાં ફેંકવા આવ્યો હતો, ઓવરના બીજા બોલ પર અમ્પાયરે વાઈડનો ઈસરો કર્યો હતો. અમ્પાયરના આ નિર્ણયથી મેક્સવેલ સહમત ન હતો. તેણે બાથ વડે ‘T’ નો ઈસરો કરીને DRS ચેક માટે અપીલ કરી.

અમ્પાયરે કેપ્ટન શ્રેયસને અવગણ્યો!
ફિલ્ડિંગ ટીમ તરફથી DRS કોલ આવે ત્યારે, ઓન-ફિલ્ડ અમ્પાયર હંમેશા ટીમ કેપ્ટનને રિવ્યુ લેવાનું નક્કી કરવાનું કહે છે. જોકે, મેચ દરમિયાન ઓન-ફિલ્ડ અમ્પાયરે કેપ્ટન શ્રેયસ ઐયરને પૂછ્યા વગર મેક્સવેલની DRS અપીલને સ્વીકારી લીધી. જેના કારણે શ્રેયસ ઐયર ગુસ્સે ભરાયો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, ઐયરને “અમ્પાયર, પહેલે મેરે સે પૂછો ના” (પહેલા મને પૂછો) કહેતા સાંભળી શકાય છે.

આપણ વાંચો:  ‘નસીબવાન’ અભિષેકે તૂફાની સેન્ચુરી પછી બતાવેલો કાગળ કોના માટે હતો? એમાં શું લખ્યું હતું?

અભિષેક શર્માની તોફાની બેટિંગ:
SRHના અભિષેક શર્માના 55 બોલમાં 141 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબને આઠ વિકેટે હરાવ્યું અને આ રીતે SRHએ ચાર મેચની હારના સિલસિલાનો અંત લાવ્યો. અભિષેક શર્માએ પોતાની પ્રથમ IPL સદીમાં 10 છગ્ગા અને 14 ચોગ્ગા ફટકાર્યા, જેના કારણે હૈદરાબાદે 18.3 ઓવરમાં 247-2 રન બનાવીને ટુર્નામેન્ટના ઇતિહાસમાં બીજો સૌથી મોટો રન ચેઝ કર્યો હતો.

અભિષેક શર્માની 141 રનની IPL ઇતિહાસમાં આ ત્રીજી સૌથી મોટી ઇનિંગ હતી. 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે ક્રિસ ગેઇલના અણનમ 175 અને 2008માં કોલકાતા નાઈટ રાઇડર્સ માટે બ્રેન્ડન મેક્કુલમના અણનમ 158 રન પછી આ ત્રીજો મોટો વ્યક્તિગત સ્કોર હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button