SRH vs DC: ટોસ જીત્યા બાદ હૈદરાબાદની નબળી શરૂઆત, સ્ટાર્કની ઘાતક બોલિંગ સામે હેડ-શર્મા નિષ્ફળ

વિશાખાપટ્ટનમ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનની 10મી મેચ દિલ્હી કેપિટલ્સ (DC) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં હૈદરાબાદ ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી SRHની શરૂઆત ખરાબ રહી.
SRHની પહેલી વિકેટ માત્ર 11 રન પર પડી, અભિષેક શર્મા માત્ર એક રન બનાવીને આઉટ થયો. ત્યાર બાદ મિશેલ સ્ટાર્કે ત્રીજી ઓવરમાં SRHને ડબલ ઝટકો આપ્યો છે. તેણે ત્રીજી ઓવરના પહેલા બોલ પર ઇશાન કિશનને આઉટ કર્યો, ઈશાને પાંચ બોલમાં ત્રણ રન બનાવ્યા.
આપણ વાંચો: ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં `માઝી મુંબઈ’ ચૅમ્પિયન
ઈશાને બાઉન્ડ્રી પર સ્ટબ્સના હાથે કેસ આઉટ થયો. ત્યાર બાદ સ્ટાર્કે ત્રીજા બોલ પર નીતિશ કુમાર રેડ્ડીને કેપ્ટન અક્ષર પટેલના હાથે કેચ આઉટ કરાવ્યો. નીતિશનું ખાતું પણ ખોલાવી ન શક્યો.
પાંચમી ઓવરના પહેલા બોલે મિશેલ સ્ટાર્કે ટ્રેવિસ હેડને પેવેલિયન મોકલ્યો. હેડે 22 રન બનાવ્યા. 4.1 ઓવર બાદ SRHનો સ્કોર 4 વિકેટે 37 રન હતો. અનિકેત વર્મા 5 રન બનાવીને ક્રીઝ પર છે.
DCએ પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. સમીર રિઝવીને બહારને જગ્યાએ કેએલ રાહુલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ DCની બીજી મેચ છ, સિઝનમાં તેની પહેલી DCએ લખનઉ સુપર જાયન્ટ્સ સામે 1 વિકેટથી રોમાંચક જીત નોંધાવી હતી.
આપણ વાંચો: મુંબઈ ઇન્ડિયન્સનું બીજું ટાઇટલ, કૅપિટલ્સ માટે દિલ્હી હજીયે દૂર…
બીજી તરફ, ઝીશાન અંસારી SRHની ટીમમાં પરત ફર્યો. તેના બદલે સિમરનજીત સિંહને પડતો મૂકવામાં આવ્યો. આ સીઝનમાં SRHની ત્રીજી મેચ છે. પહેલી મેચમાં SRHએ રાજસ્થાન રોયલ્સ સામે 44 રને જીત મેળવી હતી, જ્યારે બીજી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 5 વિકેટે હાર મળી.
DCની પ્લેઇંગ-11: જેક ફ્રેઝર-મેકગર્ક, ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ (વિકેટકીપર), કેએલ રાહુલ, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, વિપરાજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા અને મુકેશ કુમાર.
SRHની પ્લેઇંગ-11 : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, અભિનવ મનોહર, પેટ કમિન્સ (કેપ્ટન), ઝીશાન અંસારી, હર્ષલ પટેલ અને મોહમ્મદ શમી.