IPL 2025

IPL 2025: સલમાન ખાન આવશે ઓપનિંગ સેરેમનીમાં? જાણો ક્યાં જોઈ શકાશે લાઇવ ટેલિકાસ્ટ…

નવી દિલ્હીઃ ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025નો આજથી પ્રારંભ થશે. KKR અને RCB વચ્ચે પ્રથમ મુકાબલો રમાશે. ક્રિકેટ કાર્નિવલની શરૂઆત થાય તે પહેલા ભવ્ય ઓપનિંગ સેરેમેની યોજવામાં આવશે. શ્રેયા ઘોષાલ અને દિશા પટણી તેમના પરફોર્મંસથી ફેન્સને મંત્રમુગ્ધ કરશે.

આ પણ વાંચો:IPL 2025: KKR vs RCB ઇડન ગાર્ડન્સની પિચ કેવી રહેશે? જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ્સ…

એક રિપોર્ટ પ્રમાણે, બોલિવુડ સ્ટાર શ્રદ્ધા કપૂર અને વરૂણ ધવન પણ ઓપનિંગ સેરેમનીમાં હાજર રહેશે. આ ઉપરાંત સલમાન ખાન પણ તેની ફિલ્મ સિકંદરના પ્રમોશન માટે હાજર રહી શકે છે. સિકંદર ફિલ્મ 30 માર્ચે રિલીઝ થશે.
આ વખતે આઈપીએલ 13 મેદાન પર રમાશે. જેમાં 12 ડબલ હેડર મેચ રમાશે. આઈપીએલની પ્રથમ ડબલ હેડર મેચ 23 માર્ચે રમાશે. આ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અન રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. જ્યારે બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.

આઈપીએલ 2025ની ઓપનિંગ સેરેમેની સાંજે 6 વાગ્યાથી શરૂ થશે. તેનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરાશે. જિયોહોટસ્ટાર એપ અને વેબસાઇટ પરથી પણ સ્ટ્રીમિંગ નીહાળી શકાશે.

નો બોલને લઈ નવો નિયમ

હાલ આઈપીએલમાં એક બોલર એક ઓવરમાં 2 બાઉન્સર ફેંકી શકે છે. એક જ ઓવરમાં ત્રીજો શોર્ટ બોલ નો-બોલ જાહેર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આઈપીએલમાં ખેલાડીની કમરની ઊંચાઈ માપીને નો-બોલ જાણવા માટે એક નવી ટેકનિકની શોધ કરી છે.

આ પણ વાંચો: આઇપીએલમાં આ યુવાન ખેલાડીઓ પર સૌની નજર રહેશે…

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યારે બેટર ક્રીઝની અંદર ઊભો હોય ત્યારે તેની કમરની ઊંચાઈ, ખભાની ઊંચાઈ અને માથાની ઊંચાઈ માપ લેવામાં આવશે. આ ડેટાને સિસ્ટમમાં અપલોડ કરવામાં આવશે, જેને હોક-આઈ ઓપરેટર દ્વારા ઉપયોગ કરે છે. આ ઓપરેટર થર્ડ અમ્પાયર સાથે બેસે છે. જેથી કમરની ઊંચાઈના ફુલ-ટોસ બોલ, બાઉન્સર, નો બોલ અને વાઈડ બોલ શોધી કાઢશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button