IPL 2025

વૈભવ સૂર્યવંશીને કોણ વહેલો આઉટ કરશે? બુમરાહ કે બીજું કોઈ?

ગુરુવારે સાંજે 7.30 વાગ્યાથી મુંબઈ-રાજસ્થાન વચ્ચે જંગ

જયપુરઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમ છેલ્લી પાંચેય મૅચ જીતી છે, પરંતુ રાજસ્થાન રૉયલ્સ (RR)ને 14 વર્ષના વૈભવ સૂર્યવંશી નામના છોકરડાએ સ્પર્ધાની બહાર જતા અટકાવ્યું છે અને આજે (સાંજે 7.30 વાગ્યાથી) એ જ ટીનેજર સામે મુંબઈના બોલર્સની કસોટી થશે. જસપ્રીત બુમરાહ વર્લ્ડ-ક્લાસ યૉર્કરમાં તેની વિકેટ લેશે કે બીજો કોઈ બોલર એ હવે આજે જોવું રહ્યું.
કૅપ્ટન સંજુ સૅમસનને સ્નાયુઓનો દુખાવો થયો અને તેના સ્થાને સૂર્યવંશીને ડેબ્યૂ કરવાનો મોકો મળી ગયો અને હવે તે રાજસ્થાનનો લાડલો ક્રિકેટર બની ગયો છે.

આજે ઇતિહાસની દૃષ્ટિએ મુંબઈ માટે જીતવું અઘરું છે. રાજસ્થાન જયપુરમાં મુંબઈ સામે છેલ્લી પાંચેય મૅચ જીત્યું છે. રાજસ્થાનની ટીમ આ શહેરમાં છેલ્લે 2012માં મુંબઈ સામે હારી હતી. સંદીપ શર્મા 12 મુકાબલામાં પાંચ વખત રોહિતની વિકેટ લઈ ચૂક્યો છે. સૂર્યકુમાર યાદવ ફૉર્મમાં રમી રહ્યો છે એ મુંબઈ માટે સૌથી આનંદની વાત છે. આઇપીએલ (IPL)માં સતત 10 ઇનિંગ્સમાં પચીસ કે વધુ રન કરવાના રૉબિન ઉથપ્પાની તેણે બરાબરી કરી છે.

ટૂંકમાં, આજે એવી મૅચ છે જેમાં એક ટીમ (રાજસ્થાન) ફરી બેઠા થવા સંઘર્ષ કરી રહી છે અને બીજી ટીમ (મુંબઈ)ની ગાડી પૂરપાટ દોડી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button