IPL 2025

આ તારીખથી આઈપીએલની ફરી થશે શરૂઆત, આજે છે મીટિંગ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત બાદ આઈપીએલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. 15 મે થી આઈપીએલના સ્થગિત કરવામાં આવેલા મુકાબલા ફરીથી શરૂ થઈ શકે છે. જે વિદેશી ક્રિકેટર્સ તેમના વતન પરત ફર્યા છે તેમને પણ આ અંગે માહિતગાર કરી દેવામાં આવ્યા છે. બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું, આજે મહત્ત્વપૂર્ણ મીટિંગ થશે, જેમાં વેન્યૂ સહિત તમામ બાબતો પર વિચાર કરવામાં આવશે.

આજે બીસીસીઆઈની બેઠક

બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું, યુદ્ધવિરામની જાહેરાત બાદ બીસીસીઆઈ, આઈપીએલ ગવર્નિગ કાઉન્સિલ, અધિકારીઓની 11 મેના રોજ બેઠક મળશે. અમે ટુર્નામેન્ટના સમયપત્રકની સમીક્ષા કરીશું અને તેને પૂર્ણ કરવાનો શ્રેષ્ઠ માર્ગ નક્કી કરીશું. યુદ્ધવિરામ સમયે મૂળ નક્કી કરાયેલા સ્થળો સહિત તમામ પાસાઓ પર વિચાર કરવામાં આવશે. ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવાશે.

આઈપીએલ 2025 ની બાકીની મેચો કયા સ્થળે રમાશે?

એક અહેવાલ મુજબ આઈપીએલ 2025 ની બાકીની મેચો બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, ચેન્નાઈના ચેપોક અને હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાઈ શકે છે.

આઈપીએલ 2025 માં હવે કેટલી મેચ બાકી છે?

ધરમશાલામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી, ત્યારબાદ IPL સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે સમાચાર એ છે કે આ મેચ પણ ફરીથી રમાશે,. આ મેચ સહિત લીગ સ્ટેજમાં હજુ ૧૩ મેચ બાકી છે. પ્લેઓફ માટે ક્વોલિફાય થયેલી કોઈ ટીમ નથી જ્યારે ત્રણ ટીમો રેસમાંથી બહાર થઈ ગઈ છે.

આ પણ વાંચો….આઈપીએલ સ્થગિત થતાં બીસીસીઆઈને નહીં થાય એક પણ રૂપિયાનું નુકસાન, જાણો શું છે કારણ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button