IPL 2025

બેંગલૂરુ ફાઈનલ નહીં જીતે તો છૂટાછેડા: આ મહિલા હવે ખૂબ મક્કમ છે!

મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની ટીમ આઈપીએલ (ipl)ના 18 વર્ષના ઇતિહાસમાં અગાઉ ત્રણ વખત (2009, 2011, 2016) ફાઈનલમાં આવ્યા પછી પણ હારી ગઈ હતી અને હજી સુધી એક પણ ટ્રોફી નથી જીતી શકી, પરંતુ આ વખતે આ ટીમ ચોથી વખત ફાઈનલમાં પ્રવેશી એટલે એ ચેમ્પિયન બનવાની શક્યતા ફરી એક વાર વધી ગઈ છે. કરોડો ચાહકો આરસીબીને આ વખતે તો વિજેતા જોવા માગે જ છે અને એમાં પણ એક મહિલાએ તો એવી હઠ પકડી છે કે જો આરસીબી આ વખતે ફાઈનલ નહીં જીતે તો તે પતિને ડિવૉર્સ આપી દેશે.

ગુરુવારે બેંગલૂરુની પંજાબ કિંગ્સ (PBKS) સામેની ક્વૉલિફાયર-વન મૅચ વખતે મુલ્લાંપુરના સ્ટેડિયમમાં બૅનર સાથે ઊભેલી મહિલાનું છૂટાછેડા (Divorce)નું સ્ટન્ટ છે કે પછી પતિથી ખરેખર કંટાળી ગઈ છે એ તો જાણવા નથી મળ્યું, પરંતુ તેના આ બૅનરે સ્ટેન્ડમાં આસપાસ બેઠેલા અનેક લોકોને તેમ જ ટીવી દર્શકોને આકર્ષિત જરૂર કર્યા હતા.

બેંગલૂરુની મંગળવાર, ત્રીજી જૂને અમદાવાદમાં ફાઈનલ રમાશે. એમાં બેંગલૂરુ સામે કઈ ટીમ આવશે એ રવિવારે મુંબઈ અને પંજાબ વચ્ચેની મૅચના વિજેતા પરથી નક્કી થઈ જશે. બેંગલૂરુની ટીમે ગુરુવારે પંજાબને કવૉલિફાયર-વનમાં 8 વિકેટે હરાવીને સીધા ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. માત્ર 17 રનમાં પંજાબની ત્રણ વિકેટ લેનાર સ્પિનર સુયશ શર્માને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો.

એ દિવસે સ્ટેડિયમમાં બૅનર સાથે ઊભેલી મહિલાએ આસપાસના ક્રિકેટપ્રેમીઓને એવું કહ્યું હતું કે તે આરસીબીની ડાઈ-હાર્ડ ફેન છે અને જો આ વખતે આ ટીમ ફાઈનલ નહીં જીતે તો તે તેના પતિને છૂટાછેડા આપી દેશે એવું પ્રણ તેણે લીધું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button