IPL 2025

આઇપીએલને બર્થ-ડે ના જ દિવસે મેઘરાજા નડ્યા…

17 વર્ષ પહેલાં આ જ દિવસે આઇપીએલની પ્રથમ મૅચમાં કેકેઆરના મૅક્લમે 158 રન કર્યા હતા

બેંગલૂરુઃ અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે વરસાદના વિઘ્નો બાદ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)એ પંજાબ કિંગ્સ (PBKS) સામેની 14-14 ઓવરની નક્કી થયેલી મૅચમાં પ્રથમ બૅટિંગ મળ્યા બાદ ધબડકા સાથે શરૂઆત કરી હતી. આરસીબીએ 21 રનમાં ફિલ સૉલ્ટ (ચાર રન) અને વિરાટ કોહલી (એક રન)ની વિકેટ ગુમાવી દીધી હતી. બન્ને વિકેટ અર્શદીપ સિંહે લીધી હતી. સૉલ્ટ વિકેટકીપર જૉશ ઇંગ્લિસના હાથમાં અને કોહલી મિડ-ઑન પર યેનસેનના હાથમાં કૅચઆઉટ થયો હતો. 26મા રને લિવિંગસ્ટન પણ આઉટ થઈ ગયો હતો. તેને ઑસ્ટ્રેલિયન પેસ બોલર બાર્ટલેટે પ્રિયાંશ આર્યના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.

17 વર્ષ પહેલાં આ જ દિવસે આ જ મેદાન પર આઇપીએલ (IPL)નો આરંભ થયો હતો.
શુક્રવારની આરસીબી-પંજાબ મૅચમાં નિર્ધારિત સમયે (સાંજે 7.00 વાગ્યે) ટૉસ પણ નહોતો ઉછાળવામાં આવ્યો. શરૂઆતમાં ઝરમર વરસાદ પડ્યા બાદ ધોધમાર વરસાદ પડયો હોવાથી મૅચ-રેફરી સાથે મળીને અમ્પાયર્સે છેવટે 9.45 વાગ્યે રમત શરૂ કરવાનું જાહેર કર્યું હતું.

આ મૅચ પહેલાં આરસીબીની ટીમ છમાંથી ચાર જીતીને આઠ પૉઇન્ટ સાથે ત્રીજા નંબર પર હતી. પંજાબની ટીમ પણ છમાંથી ચાર મૅચ જીતીને આઠ પૉઇન્ટ સાથે ચોથા સ્થાને હતી. ઉલ્લેખનીય છે કે 17 વર્ષ પહેલાં (2008ની 18મી એપ્રિલે) બેંગલૂરુના આ જ મેદાન પર આરસીબી અને કેકેઆર વચ્ચે આઇપીએલની પ્રારંભિક મૅચ રમાઈ હતી જેમાં કેકેઆરના ઓપનર બે્રન્ડન મૅક્લમે 73 બૉલમાં 13 સિક્સર અને 10 ફોરની મદદથી અણનમ 158 રન કર્યા હતા. કેકેઆરની ટીમે ત્રણ વિકેટે 222 રન કર્યા બાદ આરસીબીની ટીમ કેકેઆરના અજિત આગરકરની ત્રણ વિકેટ તેમ જ સૌરવ ગાંગુલીની બે અને અશોક ડિન્ડાની બે વિકેટને કારણે ફક્ત 82 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને કેકેઆરનો 140 રનથી વિજય થયો હતો.

આપણ વાંચો : Nita Ambaniએ ફરી દેખાડી પોતાની ખાનદાની, મેચ બાદ કર્યું કંઈક એવું કે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button