IPL 2025

વિરાટ કોહલી CSK ના બોલર્સ પર ભારે પડશે? CSK સામે વિરાટનું શાનદાર પ્રદર્શન

ચેન્નઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)2025માં આવતી કાલે શુક્રવારે એક રોમાંચક મુકાલબો જોવા મળશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ચેન્નઈ સુપર કિંગ્સ(CSK)ની ટીમો વચ્ચે ચેન્નઈના ચેપોક સ્ટેડીયમ ખાતે મેચ રમાશે. બંને ટીમે ટુર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરી છે. આ મેચમાં ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડી એમ એસ ધોની અને વિરાટ કોહલી પણ આમને સામને હશે. આ મેચમાં વિરાટ કોહલી (Virat Kohli) CSK પર ભારે પડી શકે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ને હરાવીને સીઝનની શરૂઆત કરી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ 36 બોલમાં અણનમ 59 રન બનાવ્યા હતા. વિરાટના ચાહકોને આશા છે કે CSK સામે તે મોટી ઇનિંગ રમે.

CSK સામે વિરાટના રેકોર્ડ:
આંકડા મુજબ ચેન્નઈ સુપર કિંગ્સ સામે વિરાટ કોહલીનું બેટ ખુબ ચાલે છે. વિરાટે ચેન્નઈ સુપર કિંગ્સ સામે 33 મેચની 32 ઇનિંગ્સમાં 124.96 ના સ્ટ્રાઇક રેટ અને 32.903 ની સરેરાશથી 1,053 રન બનાવ્યા છે. વિરાટે CSK સામે 9 ફિફ્ટી ફટકારી છે. આ ઉપરાંત, તે ચાર વખત નોટ આઉટ રહ્યો છે. આવતીકાલના મેચમાં CSKના બોલરોએ વિરાટ કોહલીથી સાવધ રહેવું પડશે.

આ પણ વાંચો:ટેસ્ટના આ લોકપ્રિય ટ્રિપલ સેન્ચુરિયન માટે ટીમ ઇન્ડિયાનો દરવાજો પાછો ખૂલી રહ્યો છે?

ચેન્નઈમાં સ્પીનર્સની વર્ચસ્વ:
પીચના રીપોર્ટ મુજબ ચેપોકની પિચ પર સ્પિનરોને મદદ મળી શકે છે. જો એવું થશે તો વિરાટ કોહલી સહિત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટર્સ માટે મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે. આ મેદાન પર ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં સ્પિનરોનું વર્ચસ્વ રહ્યું હતું. ચેન્નઈ સુપર કિંગ્સના સ્પિનર નૂર અહેમદે 4 વિકેટ લીધી. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના સ્પિનર વિગ્નેશ પુથુરને 3 વિકેટ મળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button