IPL 2025
એક-એક પોઇન્ટથી બેંગ્લૂરુ અને કોલકાતાનું ભાવિ આ હોઈ શકે…

બેંગ્લૂરુ: અહીં આજે ભારે વરસાદની આગાહી છે જેને લીધે આઈપીએલ 2.0 (IPL-2025)નો પુન: આરંભ ખોરવાઈ શકે એમ છે. સાંજે 7.30 વાગ્યે રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (RCB) અને કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) વચ્ચે મૅચની શરૂઆત થવાની છે, પણ ભારે વરસાદની સાથે ઠંડા પવનની પણ આગાહી છે.
આ અહેવાલ એકયૂવેધરનો છે અને ભારતીય વેધશાળાની વેબસાઈટ પર પણ આજે સાંજે એકાદ-બે વાર વરસાદના જોરદાર ઝાપટા પડવાની આગાહી કરાઈ છે.
આપણ વાંચો: આઈપીએલ 2.0 માટે ક્યો વિદેશી ખેલાડી નહીં આવે, કોણ-કોણ ઉપલબ્ધ છે?
આ મૅચ ખોરવાઈ જતાં બન્ને ટીમને એક-એક પોઇન્ટ ફાળવવામાં આવશે તો આરસીબી પ્લે ઑફમાં જશે અને ટૉપ-ટૂમાં સ્થાન પાક્કું કરવાની પણ એની સંભાવના વધી જશે.
બીજી બાજુ, કેકેઆર માત્ર 11 પોઇન્ટ સાથે પ્લે ઑફના દાવાની બહાર થઈ જશે.
છેલ્લા બે દિવસમાં બન્ને ટીમની પ્રેક્ટિસને પણ માઠી અસર થઈ છે.