IPL 2025 Qualifier-1: વિરાટ પાસે વોર્નરને પછાડવાની તક; પણ આ બોલર રહેશે મોટો પડકાર | મુંબઈ સમાચાર

IPL 2025 Qualifier-1: વિરાટ પાસે વોર્નરને પછાડવાની તક; પણ આ બોલર રહેશે મોટો પડકાર

ચંડીગઢ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ના લીગ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કરીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ(RCB)એ ક્વોલિફાયર-1 સ્થાન મેળવ્યું છે. RCBએ લીગ સ્ટેજમાં રમેલા 14 મેચમાંથી 9માં જીત મળેવી હતી, 18 પોઈન્ટ્સ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહી હતી. ટીમના શાનદાર પ્રદર્શન માટે વિરાટ કોહલીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આજે RCB પંજાબ કિંગ્સ(PBKS) સામે ક્વોલિફાયર-1 રમશે, આજે વિરાટ પાસે ઘણી આશા છે.

IPL 2025 સીઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ પાંચમા ક્રમે છે, વિરાટે 602 રન બનાવ્યા છે. હવે ચાહકોને આશા છે કે ક્વોલિફાયર-1 મેચમાં પણ વિરાટ એક મોટી ઇનિંગ રમે. ક્વોલિફાયર-1 મેચમાં 31 રન બનાવવાની સાથે, વિરાટ IPLમાં પંજાબ કિંગ્સ સામે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનશે. અત્યાર સુધી આ રેકોર્ડ ડેવિડ વોર્નરના નામે છે.

PBKS સામે વિરાટનો રેકોર્ડ:

IPLમાં પંજાબ કિંગ્સ સામે વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. વિરાટે અત્યાર સુધીમાં પંજાબ કિંગ્સ સામે 34 મેચ રમી છે, જેમાં તે 36.80 ની એવરેજથી 1104 રન બનાવ્યા છે અને આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 133.49 રહ્યો છે. વિરાટે પંજાબ કિંગ્સ સામે એક સદી અને 6 ફિફ્ટી ફટકારી છે.

અર્શદીપ સિંહ વિરાટ માટે જોખમ:

પંજાબ કિંગ્સનો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ક્વોલિફાયર-1 મેચમાં વિરાટ કોહલી માટે જોખમ બની શકે છે. IPLમાં વિરાટ અર્શદીપ સિંહના કુલ 51 બોલ રમ્યો છે, જેમાં તેણે 93 રન બનાવ્યા છે. અર્શદીપ સિંહે વિરાટને 2 વખત આઉટ પણ કર્યો છે. અર્શદીપ પણ આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, અર્શદીપે આ સિઝનમાં 18 વિકેટ્સ ઝડપી છે. આવી સ્થિતિમાં, એ જોવાનું રહેશે કે વિરાટ અર્શદીપ સિંહના બોલને કેવી રીતે રમે છે.

Back to top button