IPL 2025: ગુજરાતની જીત બાદ પોઈન્ટ્સ ટેબલમાં થયો ઉલટફેર, જાણો શું છે દરેક ટીમની સ્થિતિ

અમદાવાદઃ શનિવારે રાત્રે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુકાબલો થયો હતો. મેચમાં ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરતાં 8 વિકેટના નુકસાન પર 196 રન બનાવ્યા હતા, જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ 160 રન જ બનાવી શક્યું હતું. ગુજરાતે 36 રનથી જીત મેળવી હતી. ગુજરાતની જીત સાથે જ પોઇન્ટ ટેબલમાં મોટો ઉલટફેર થયો હતો.

આઈપીએલ 2025ના પોઇન્ટ ટેબલમાં રજત પાટીદારના નેતૃત્વવાળી આરસીબી ટોચ પર છે. આરસીબી બે મેચ રમ્યું છે અન બંનેમાં જીત મેળવી છે. બીજા ક્રમે લખનઉ સુપર જાયન્ટ્ છે. એલએસજીએ બે મેચમાંથી એકમાં જીત અને એકમાં હાર મેળવી છે. ગુજરાત ટાઈટન્સ ત્રીજા અને પંજાબ કિંગ્સ ચોથા ક્રમે છે. બંનેના બે-બે પોઈન્ટ છે.
આઈપીએલ 2025ના પોઈન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ અનુક્રમે પાંચમા અને છઠ્ઠા ક્રમે છે. સાતમા ક્રમે કોલકાતા નાઈટ રાઈડર્સ, આઠમા નંબરે ચેન્નઈ સુપર કિંગ્સ છે. મુંબઈ ઈન્ડિયન્સ નવમા ક્રમે અને રાજસ્થાન રોયલ્સ 10મા ક્રમે છે. મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ શરૂઆતની બંને મેચ હારી ગયા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ગુજરાતનો ડંકો વાગ્યો, મુંબઈ ફરી પરાજિત…