IPL 2025: ટુર્નામેન્ટની અડધી સફર પૂરી, પ્લેઓફમાં પહોંચવા જામશે રસાકસી

મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025નો લીગ મેચ લીગ ફેઝ અડધો સામાપ થઇ ચુક્યો છે. શનિવાર સુધીમાં, તમામ ટીમોએ ઓછામાં ઓછી 7-7 લીગ મેચ રમી છે. કુલ 10 ટીમમાંથી 8 ટીમે 7-7 મેચ રમી છે, જ્યારે બે ટીમે 8-8 મેચ રમી છે. દરેક ટીમે ટુર્નામેન્ટમાં 14-14 લીગ મેચ રમવાની રહેશે. IPL 2025 અડધી સફર પછી પોઈન્ટ ટેબલનું ગણિત રસપ્રદ થઇ ગયું છે.
ચાર ટીમો એવી છે જેની પાસે 10-10 પોઈન્ટ છે. જેમાં ગુજરાત ટાઇટન્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સના નામનો સમાવેશ થાય છે.
IPL 2025 પ્લેઓફનું ગણિત:
ગુજરાત ટાઇટન્સ(GT):
શુભમન ગિલની આગેવાની હેઠળ GTની ટીમ 7 મેચમાંથી 5 જીતીને પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે. ટીમ આવું જ પ્રદર્શન કરતી રહેશે તો લીગ રાઉન્ડના અંતે ટીમ પાસે 16-18 પોઈન્ટ હોઈ શકે છે.

દિલ્હી કેપિટલ્સ(DC):
અક્ષર પટેલની કેપ્ટનશીપ હેઠળ ટીમ 7 મેચમાં 5 જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. DC સરળતાથી પ્લેઓફમાં પહોંચી શકે છે.

પંજાબ કિંગ્સ(PBKS):
શ્રેયસ ઐયરની આગેવાની હેઠળ ટીમે 7 મેચમાંથી 5 જીતી છે, 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. પ્લેઓફમાં પહોંચવા માટે, PBKSને હજુ 3 થી 4 મેચ જીતવી પડશે.

લખનઉ સુપર જાયન્ટ્સ(LSG):
ઋષભ પંતની આગેવાની હેઠળ ટીમે 8 મેચ રમી છે, ટીમે 5 મેચ જીતી છે. ટીમ પાસે 10 પોઈન્ટ છે, હવે ટીમને 6 માંથી 3 થી 4 મેચ જીતવી પડશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB):
રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ ટીમના 7 મેચમાં 4 મેચ જીતી છે, અને 8 પોઈન્ટ સાથે 5મા સ્થાને છે. RCBએ બાકી બચેલી 6 માંથી 4 થી 5 મેચ જીતવી પડશે.

કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR):
અજિંક્ય રહાણેની આગેવાની હેઠળ KKRએ 7 મેચમાં 3માં જીત મેળવી છે, ટીમ 6 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. પ્લેઓફમાં પહોંચવા માટે ટીમને 7 માંથી 4 થી 5 મેચ જીતવી પડશે.

મુંબઈ ઈન્ડિયન્સ(MI):
હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ટીમ 7 મેચમાંથી 3 મેચ જીતીને 6 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. પ્લેઓફમાં પહોંચવા માટે, MIએ 7 માંથી 4 થી 5 મેચ જીતવી પડશે.

રાજસ્થાન રોયલ્સ(RR):
સંજુ સેમસનની ટીમના 8 મેચમાંથી માત્ર બે મેચ જીતી શકી છે, ટીમ પાસે 4 પોઈન્ટ છે. પ્લેઓફમાં પહોંચવા માટે, RRએ 6 માંથી 5 થી 6 મેચ જીતવી પડશે. ત્યાર બાદ પણ, ટીમે નેટ રન રેટ અને અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે.

સનરાઇઝર્સ હૈદરાબાદ(SRH):
પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળ ટીમના 7 મેચમાં 2 મેચ જીતીને 4 પોઇન્ટ સાથે નવામા સ્થાને છે. પ્લેઓફમાં પહોંચવા માટે ટીમે 7 માંથી ઓછામાં ઓછી 5 થી 6 મેચ જીતવી જરૂરી છે. આં ઉપરાંત નેટ રન રેટમાં સુધારો કરવો પડશે.

ચેન્નઈ સુપર કિંગ્સ(CSK):
મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળની ટીમ પાસે 7 મેચ બાદ માત્ર 4 પોઈન્ટ છે. પ્લેઓફમાં પહોંચવા માટે, ટીમે 7 માંથી ઓછામાં ઓછી 5 થી 6 મેચ જીતવી જરૂરી છે. નેટ રન રેટમાં પણ સુધારો કરવો પડશે, છતાં અન્ય ટીમોના પરિણામ પર આધાર રાખવો પડશે.
