IPL 2025

IPL 2025: બે ટીમ બહાર થયા બાદ Playoff ની રેસ રસપ્રદ બની, જાણો દરેક ટીમ માટે સમીકરણ

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL ) 2025 હવે રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. આ સિઝનમાં 50 મેચ રમાઈ ચુકી છે. કુલ 10 ટીમોમાંથી બે ટીમો પ્લે ઓફની રેસમાંથી બહાર થઇ ગઈ છે.

ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સ(MI) સામે હાર બાદ રાજસ્થાન રોયલ્સ (RR) મારે પ્લેઓફના દરવાજા બંધ થઇ ગયા છે. RR ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) બાદ રેસમાંથી બહાર થનારી બીજી ટીમ બની ગઈ છે. હવે પ્લેઓફનું સમીકરણ વધુ જટિલ બની ગયું છે.

હાલ પોઈન્ટ ટેબલની સ્થિતિ ખુબ રસપ્રદ જણાઈ રહી છે, પરિસ્થિતિ એવી છે કે પ્લે ઓફમાં પહોંચવા માટે 16 પોઈન્ટ્સ પણ ઓછા પડી શકે છે. લિગ સ્ટેજના અંતે સાત ટીમોના 16 કે તેથી વધુ પોઈન્ટ હોય તેવું બની શકે છે. એ પણ શક્ય છે કે પાંચ ટીમોના 18 કે તેથી વધુ પોઈન્ટ હોય. આનું કારણ એ છે કે નીચેની 3 ટીમો અને ટોચની 5 ટીમોના પોઈન્ટ્સનો વચ્ચેનો તફાવત ઘણો મોટો છે.

આપણ વાંચો: ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં `માઝી મુંબઈ’ ચૅમ્પિયન

પ્લેઓફનું સમીકરણ:
મુંબઈ ઈન્ડિયન્સ(MI):

રમાયેલી મેચ- 11, પોઈન્ટ: 14, રન રેટ: 1.124 | બાકીની મેચો: ગુજરાત ટાઇટન્સ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ

સતત છ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સ હાલ ટેબલમાં ટોચ પર છે. લીગ સ્ટેજના અંતે MI ટોચની ચાર અને કદાચ ટોચની બેમાં રહી શકે છે. ટીમની નેટ રન રેટ ખૂબ જ સારી છે. મુંબઈ ઈન્ડિયન્સ એવી 5 ટીમોમાંની એક છે જેના 18 કે તેથી વધુ પોઈન્ટ હોઈ શકે છે. MIને ઘરઆંગણે 2 મેચ રમવાની છે. MI વાનખેડે ખાતે 5 માંથી 4 મેચ જીતી છે.

આપણ વાંચો: પાકિસ્તાન સરકારે પોતાની જ ક્રિકેટ લીગને મુસીબતમાં મૂકી દીધી…જાણો, કેવી રીતે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB):

રમાયેલા મેચ: 10, પોઈન્ટ: 14, રન રેટ: 0.521| બાકીની મેચો: ચેન્નઈ સુપર કિંગ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઇડર્સ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દસ મેચ બાદ 14 પોઈન્ટ છે. RCB પાસે હજુ 4 મેચ બાકી છે. તે 22 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. RCBની છેલ્લી ચાર મેચોમાંથી એક ચેન્નઈ સુપર કિંગ્સ અને એક સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છે, જે આ સિઝનની બે સૌથી નબળી ટીમો છે. RCB ત્રણ મેચ હોમગ્રાઉન્ડમાં રમવાની છે. જોકે, ઘરઆંગણે તેનો રેકોર્ડ સારો નથી.

પંજાબ કિંગ્સ (PBKS):

રમાયેલી મેચ: 10, પોઈન્ટ: 13, રનરેટ: 0.199 | બાકીની મેચો: લખનઉ સુપર જાયન્ટ્સ, દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ.

પંજાબ કિંગ્સ છેલ્લી પાંચ મેચમાંથી ફક્ત એક જ મેચ હારી છે અને ત્રણ જીતી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ વરસાદને કારણે રદ થતા એક પોઈન્ટ આપવામાં આવ્યો. હાલમાં, છ ટીમો 17 કે તેથી વધુ પોઈન્ટ મેળવી એમ શકે છે. આનો અર્થ એ થયો કે પંજાબ કિંગ્સને ક્વોલિફાય થવા માટે બાકી રહેલી ચાર મેચોમાંથી ત્રણ જીતવાની જરૂર છે.

આપણ વાંચો: મુંબઈ ઇન્ડિયન્સનું બીજું ટાઇટલ, કૅપિટલ્સ માટે દિલ્હી હજીયે દૂર…

ગુજરાત ટાઇટન્સ(GT):

રમાયેલી મેચ: 9, પોઈન્ટ: 12, રન રેટ: 0.748 | બાકીની મેચો: સનરાઇઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ, ચેન્નઈ સુપર કિંગ્સ.

9 મેચ બાદ ગુજરાત ટાઇટન્સ પાસે દસ પોઈન્ટ છે, પરંતુ તેની 5 મેચ બાકી છે. ટીમ 22 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. GTની રન રેટ 0.748 છે, જે MIની 0.889 પછી સેકન્ડ બેસ્ટ છે. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ, લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ સામે હોમ ગ્રાઉન્ડ પર મેચ રમવાની છે. ત્રણેયમાં જીત સાથે GT પ્લેઓફમાં સ્થાન સુરક્ષિત કરી શકે છે.

દિલ્હી કેપિટલ્સ (DC):

રમાયેલી મેચ: 10, પોઈન્ટ: 12, રન રેટ: 0.362 | બાકીની મેચો: સનરાઇઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ, મુંબઈ ઇન્ડિયન્સ.

DCએ છેલ્લી ચાર મેચોમાં ત્રણ હારી છે, DC પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. DCએ આગામી ચાર મેચોમાંથી ત્રણ મેચ હોમ ગ્રાઉન્ડની બહાર રમવાની છે. હાલમાં, DC અન્ય ટીમોની જેમ 18 પોઈન્ટ સાથે પણ પ્લે ઓફમાં સ્થાન સુરક્ષિત કરે એ નક્કી ના કહી શકાય.

લખનઉ સુપર જાયન્ટ્સ:

રમાયેલી મેચ: 10, પોઈન્ટ: 10, રન રેટ: -.0325 | બાકીની મેચો: પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત ટાઇટન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ.

દિલ્હી કેપિટલ્સની જેમ, લખનઉ સુપર જાયન્ટ્સે પણ તેમની છેલ્લી ચાર મેચોમાંથી ત્રણ હારી છે અને દસ મેચોમાં દસ પોઈન્ટ સાથે DC ટેબલમાં 6ઠ્ઠા સ્થાને છે. લખનઉ સુપર જાયન્ટ્સની બાકીની ચાર મેચોમાંથી ત્રણ ટોચની ચાર ટીમો સામે છે અને તેમનો રન રેટ -0.325 ટોચની સાત ટીમોમાં સૌથી ખરાબ છે. જો ટીમના 16 પોઈન્ટ હોય, તો જ તે પ્લેઓફની રેસમાં હશે, પરંતુ જો તેના 18 પોઈન્ટ હોય તો પણ પ્લેઓફમાં પહોંચવાની ખાતરી નથી..

કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR):

રમાયેલી મેચ: 10, પોઈન્ટ: 9, રન રેટ: 0.291 | બાકીની મેચો: રાજસ્થાન રોયલ્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર.

દિલ્હી કેપિટલ્સ સામેની જીતથી કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લે ઓફની રેસમાં છે. પરંતુ દસ મેચમાં ફક્ત નવ પોઈન્ટ સાથે હાલ સાતમાં ક્રમે છે, ટીમ મહત્તમ 17 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. હાલમાં, પાંચ ટીમો માટે 18 કે તેથી વધુ પોઈન્ટ મેળવવાનું શક્ય છે. આનો અર્થ એ થયો કે છેલ્લી ચાર મેચોમાં શ્રેષ્ઠ પ્રદર્શન છતાં, કોલકાતા પ્લેઓફમાં સ્થાન મેળવે તેવી શક્યતા ઓછી છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ(SRH):

રમાયેલી મેચ: 9, પોઈન્ટ: 6, રન રેટ: -1.103 | બાકીની મેચો: ગુજરાત ટાઇટન્સ, દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનઉ સુપર જાયન્ટ્સ.

સનરાઇઝર્સ હૈદરાબાદ તેની બાકીની પાંચ મેચ જીતી જાય તો 16 સુધી પહોંચી શકે છે, છતાં ટીમને અન્ય ટીમો પર આધાર રાખવો પડશે. 14 પોઈન્ટ સાથે પણ, ટીમ પ્લે ઓફની રેસમાં હોઈ શકે છે. જોકે, 14 પોઈન્ટ્સ સુધી પહોંચવા માટે સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ મેચમાંથી ચાર જીતની જરૂર પડશે, જે તેમના વર્તમાન ફોર્મને જોતાં મુશ્કેલ લાગે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button