IPL 2025

IPL 2025માં 19 મેચ બાદ કોના માથે છે ઓરેન્જ અને પર્પલ કેપ? જુઓ દાવેદારોની યાદી…

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 19 મેચ રમાઈ ચુકી છે, ગઈ કાલે ગુજરાત ટાઇટન્સ(GT)એ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને તેના હોમગ્રાઉન્ડમાં જ 7 વિકેટે હરાવ્યું. GTના કેપ્ટન શુભમન ગિલે અણનમ 61 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ મેચ બાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપના દાવેદારોની યાદીમાં ફેરફારો થયા છે.

ગઈ કાલે રમેલી ઇનિંગના આધારે શુભમન ઓરેન્જ કેપના ટોચના 10 દાવેદારોની યાદીમાં પહોંચી ગયો છે. શુભમને આ IPL સિઝનમાં રમેલી 4 મેચમાં 146 રન બનાવ્યા છે, આ સાથે તે 9મા સ્થાને છે. ગઈ કાલની મેચમાં સાઈ કિશોર પાસે નિકોલસ પૂરન પાસેથી ઓરેન્જ કેપ છીનવી લેવાની એક સારી તક હતી, પરંતુ તે ચૂકી ગયો. ગઈ કાલે મોહમ્મદ સિરાજે SRH ની 4 વિકેટ ખેરવીને પર્પલ કેપ માટે પોતાનો દાવો મજબૂત બનાવ્યો છે.

IPL 2025 ઓરેન્જ કેપના દાવેદારો:

IPL 2025માં સૌથી વધુ રન બનાવવાના સંદર્ભમાં નિકોલસ પૂરન 4 મેચમાં 201 રન બનાવીને પહેલા સ્થાને છે, સાંઈ સુદર્શન 4 મેચમાં 191 રન સાથે બીજા સ્થાને છે. જ્યારે મિશેલ માર્શ ત્રીજા સાથે છે, તેણે 4 મેચમાં 184 રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવ 4 મેચમાં 171 રન બનાવીને આ યાદીમાં ચોથા સ્થાને છે. જોસ બટલર 4 મેચમાં 166 રન બનાવીને પાંચમા સ્થાને છે. શ્રેયસ ઐયરે 3 મેચમાં 159 રન બનાવ્યા છે, જે છઠ્ઠા સ્થાને છે. હેનરિક ક્લાસેન 5 મેચમાં 152 રન સાથે સાતમાં સ્થાને છે. ટ્રેવિસ હેડ 5 મેચમાં 148 રન સાથે આઠમા સ્થાને છે. શુભમન ગિલ 4 મેચ 146 રન સાથે નવામાં અને અનિકેત વર્મા 5 મેચમાં 141 રન સાથે દસમાં સ્થાને છે.

આ પણ વાંચો: તિલકને રિટાયર-આઉટ કરાતાં ડ્રેસિંગ-રૂમમાં સૂર્યકુમાર નારાજ થયો હતો?

ગુજરાત ટાઇટન્સનો ઓપનર સાઇ કિશોર સનરાઇઝર્સ હૈદરાબાદ સામે માત્ર 5 રન બનાવીને આઉટ થઇ ગયો. તેની પાસે નિકોલસ પૂરનને પાછળ છોડવાની તક હતી પણ તે ચુકી ગયો.

IPL 2025 પર્પલ કેપના દાવેદારો:-

સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મોહમ્મદ સિરાજે 4 વિકેટ લીધી, આ સાથે પર્પલ કેપની રેસમાં પણ મોટી છલાંગ લગાવી. આ શાનદાર પ્રદર્શન બાદ, સિરાજ 9 વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં બીજા સ્થાને પહોંચી ગયો છે.

IPL 2025માં સૌથી વધુ વિકેટ લેવાના મામલે નૂર અહેમદ પહેલા સ્થાને છે, તેણે 4 મેચમાં 10 વિકેટ લીધી છે. મોહમ્મદ સિરાજ 4 મેચમાં 9 વિકેટ સાથે બીજા સ્થાને છે. મિશેલ સ્ટાર્ક 3 મેચમાં 9 વિકેટ અને 11.56ની એવરેજ સાથે ત્રીજા સ્થાને છે. રવિશ્રીનિવાસન સાઈ કિશોર 4 મેચમાં 8 અને 14.12 એવરેજ સાથે ચોથા સ્થને છે. હાર્દિક પંડ્યા 3 મેચમાં 8 વિકેટ અને 9.36 એવરેજ સાથે પાંચમા સ્થાને છે. ખલીલ અહેમદ 4 મેચમાં 8 વિકેટ અને 15ની એવરેજ સાથે છઠ્ઠા સ્થાને છે. શાર્દુલ ઠાકુર 4 મેચમાં 7 વિકેટ અને 18.86 ની એવરેજ સાથે સાતમાં સ્થાને છે. કુલદીપ યાદવ આઠમા સ્થાને છે, તેણે 3 મેચમાં 12ની એવરેજ સાથે 6 વિકેટ લીધી છે. વરુણ ચક્રવર્તીએ 4 મેચમાં 15.67ની એવરેજ સાથે 6 લઈને નવામા સાથે છે, જ્યારે જોશ હેઝલવુડ 3 મેચમાં 6 વિકેટ અને 14.33ની એવરેજ સાથે દસમાં સ્થાને છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button