રોહિત શર્મા અને રીતિકા સજદેહના લાડકવાયાની એક ઝલક જોશો તો…

ટીમ ઈન્ડિયાના કેપ્ટન્ અને શર્માજી કા બેટાના હુલામણા નામથી ઓળખાતા રોહિત શર્મા હાલમાં આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સના પર્ફોમન્સને કારણે લાઈમલાઈટમાં રહે છે. પરંતુ રોહિત શર્મા અને પત્ની રીતિકા સજદેહના દીકરા અહાન શર્માનો ચહેરો દેખાડ્યો છે અને અહાનનો ફર્સ્ટ લૂક ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કેવો દેખાય છે શર્માજી કા બેટાનો લાડકવાયો…
સોશિયલ મીડિયા પર નાનકડા અહાનના અનેક ફોટો વાઈરલ થઈ રહ્યા છે, જેમાં રીતિકા સજદેહના ખોળામાં અહાન મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. અહાનનો ક્યુટ ફેસ જોઈને ફેન્સ એકદમ મોજમાં આવી ગયા હતા. આ વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. ફેન્સ તેના પર લાઈન અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે.

રોહિત અને રીતિકા સજદેહના બીજા સંતાન અહાનનો જન્મ 15મી નવેમ્બર, 2024ના થયો હતો. રોહિત અને રીતિકાએ એ સમયે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને પોતાના દીકરાનું નામ જણાવ્યું હતું. ત્યારથી જ ફેન્સ રોહિત શર્મા અને રીતિકાના લાડકવાયા દીકરાની એક ઝલક જોવા માટે ફેન્સ આતુર હોય છે.

અહીંયા તમારી જાણ માટે કે રીતિકા અને રોહિતને એક દીકરી પણ છે જેનું નામ સમાયરા છે પલ સમાયરાને સૈમી કહીને બોલાવે છે. હાલમાં રોહિત શર્મા આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તરફથી રમી રહ્યો છે. જોકે, આ સમયે રોહિતનું પર્ફોર્મન્સ ખાસ કંઈ દમદાર નથી રહયું જેના માટે તે જાણીતો છે.
રોહિતે આ સિઝનમાં અત્યાર સુધી પાંચ મેચમાં 56 રન જ બનાવ્યા છે અને રોહિતની એવરેજ 11.20 અને સ્ટ્રાઈક રેટ 136.59નો છે. રોહિત શર્માના સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે જેમાં તે ખૂબ જ મસ્તીભર્યા અંદાજમાં પોતાના નિજાનંદમાં વ્યસ્ત જોવા મળે છે.