IPL 2025

RCBની જીત: વિરાટ કોહલીએ અનુષ્કાને આપી ફ્લાઈંગ કિસ, વીડિયો વાયરલ!

લખનઉઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) હવે અંતિમ તબક્કા ભણી છે, ત્યારે ગઈકાલે બેંગલુરુ (RCB) અને લખનઉ (LSG) વચ્ચે રમાયેલી મેચ ખાસ કરીને રસપ્રદ રહી. ગઈકાલની મેચમાં એક કરતા અનેક વિક્રમો નોંધાયા. વિરાટ કોહલીની હાફ સેન્ચુરી, ઋષભ પંતનું સેલિબ્રેશન, પરંતુ સૌથી વધુ વિરાટ-અનુષ્કાની ફ્લાઈંગ કિસ્સો લોકોને પસંદ પડી ગયો છે, જ્યારે લોકો તેના અંગે વિશેષ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ લખનઉને જોરદાર ટક્કર આપીને આખરે મેચ જીતી ગયું હતું, ત્યારે સ્ટેન્ડમાં બેઠેલી બોલીવુડની અભિનેત્રી અનુષ્કા શર્મા અને સ્ટાર ખેલાડી વિરાટ કોહલી વચ્ચે એક ખુશખુશાલ મોમેન્ટ જોવા મળી હતી. બોલીવુડ અને ક્રિકેટની કેમેસ્ટ્રી વર્ષોથી ચાહકોને વિશેષ પસંદ પડે છે, ત્યારે મેદાનમાં વિરાટ કોહલીનો જુસ્સો અને અનુષ્કા શર્માના પ્રેમનું પરસ્પર દર્શન થયું હતું. બેંગલુરુ જ્યારે મેચ જીતી ગયું ત્યારે વિરાટે અનુષ્કાને ફ્લાઈંગ કિસ આપી ત્યારે તેની સામે અનુષ્કાએ પણ એનું જ પુનરાવર્તન કર્યું હતું. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ તેની પ્રશંસા કરી હતી.

https://twitter.com/Kriti_Sharma01/status/1927436369829228928

228 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે વિરાટ કોહલીએ સૌથી પહેલા હાફ સેન્ચુરીનું યોગદાન આપ્યું હતું, પરંતુ જીતનો રિયલ હીરો તો જિતેશ અને મંયક બન્યા હતા. મયંક અગ્રવાલ અને જિતેશ શર્માની ભાગીદારીને કારણે આરસીબીને મોટી જીત મળી હતી. આ જીત સાથે બેંગલુરુ ટોપ ટુમાં પહોંચી અને હવે આવતીકાલે પંજાબ કિંગ્સ સાથે ક્વોલિફાયર એક રાઉન્ડમાં રમશે. મેચ જીત્યા પછી ખુશખુશાલ વિરાટે જાહેરમાં ફ્લાઈંગ કિસની એક્શન કરી હતી. એટલું જ નહીં, હવામાં હાથ ફેલાવીને અનુષ્કા સામે એક્શન કરતો જોવા મળ્યો હતો, જ્યારે અનુષ્કા પણ શરમાતા તેને વધાવી લીધો હતો. આ પળ વીડિયોમાં કેદ થયા પછી લોકોએ તેના પ્રતિક્રિયાઓ આપી હતી.

આ વીડિયોને જોયા પછી વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ચાહકો પણ એક્સાઈટેડ થઈ ગયા હતા. બંનેની પ્રશંસા કરતા લોકોએ વીડિયો પણ શેર કરીને લખ્યું હતું કે વિરાટ જૈસા પતિ સબ કો મિલે તો બીજાએ લખ્યું હતું કે વિરાટ અને અનુષ્કાની જોડી બેસ્ટ છે. પોતાના પ્રેમને પણ લોકોની સમક્ષ વ્યક્ત કરવાનું ચૂકતા નથી. બંને એકબીજા માટે લકી છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની લવ સ્ટોરીની વાત કરીએ તો એક શેમ્પુની એડ વખતે બંનેની ઓળખ થઈ હતી, ત્યાર પછી બંને એકબીજાની નજીક વધુ આવ્યા હતા. વિરાટ કોહલી એક વખત અનુષ્કાને દિલ ધડકને દોના સેટ પર ગયો હતો.

થોડા દિવસો સુધી ડેટ કર્યા પછી બંનેએ 11 ડિસેમ્બર 2017માં ઈટલીમાં લગ્ન કર્યા હતા. હવે બંનેને એક દીકરી અને દીકરો પણ છે. અનુષ્કા શર્મા ફિલ્મોથી દૂર બંને સંતાનો સાથે હેપ્પી લાઈફ જીવી રહી છે, પરંતુ આગામી દિવસોમાં કોઈ ફિલ્મી પ્રોજેક્ટમાં જોવા મળે તો નવાઈ નહીં.

આપણ વાંચો: ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ એનાઉન્સ કરતાં પહેલાં Virat Kohliએ કર્યું કંઈક એવું કે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button