LSG vs PBKS: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગનો લીધો નિર્ણય, આ ઘાતક બોલર PBKS માટે ડેબ્યુ કરશે

લખનઉ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 ની 13મી મેચ આજે મંગળવારે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. PBKSએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે.
ઋષભ પંતના નેતૃત્વ હેઠળની LSG વર્તમાન સિઝનમાં પહેલીવાર તેના હોમ ગ્રાઉન્ડ પર રમી રહી છે. LSG એ DC સામે હાર સાથે આ સિઝનની શરૂઆત કરી હતી, પરંતુ ત્યાર બાદ સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું.
શ્રેયસ ઐયરની આગેવાનીમાં PBKS બીજી મેચ રમી રહી છે. PBKSએ પહેલી મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. આજે સૌની નજર શ્રેયસ ઐયર પર રહેશે, તેણે GT સામે 97 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.
આ પણ વાંચો: Mumbai Indians ની જીત કરતાં Hardik Pandya અને આ વ્યક્તિની થઈ રહી છે વધુ ચર્ચા… જાણો કોણ છે?
PBKSની પ્લેઈંગ-11:
પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, સૂર્યાંશ શેડગે, માર્કો જેન્સન, લોકી ફર્ગ્યુસન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.
ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસને પંજાબ કિંગ્સ માટે ડેબ્યૂ કર્યું. શ્રેયસ ઐયરે તેને કેપ આપી હતી.
LSGની પ્લેઈંગ ઈલેવન-11:
મિશેલ માર્શ, એઈડન માર્કરામ, નિકોલસ પૂરન, ઋષભ પંત (wk/c), આયુષ બદોની, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, દિગ્વેશ સિંહ રાઠી, શાર્દુલ ઠાકુર, અવેશ ખાન, રવિ બિશ્નોઈ.