IPL 2025: મુંબઈની જીત સાથે પોઈન્ટ્સ ટેબલમાં થયો ઉલટફેર, જાણો કોણ છે ટોચ પર…

IPL 2025: આઈપીએલ 2025માં સોમવારે રાત્રે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઈ હતી. કોલકાતાની ટીમ પ્રથમ બેટિંગ કરતા 116 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સે 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2025માં પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવ્યું હતું. જેને લઈ ફરી એક વખત પોઈન્ટ્સ ટેબલમાં મોટો ઉલટફેર થયો હતો.

RCB પ્રથમ ક્રમે
પોઇન્ટ્સ ટેબલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્રથમ ક્રમે છે. ટીમ બે મેચ રમી છે અને બંને મેચ જીત્યું છે તેનો નેટ રન રેટ પણ 2.266 છે. બીજા ક્રમે રહેલું દિલ્હી કેપિટલ્સ પણ તેની બંને મેચ જીત્યું છે પણ નેટ રન રેટ 1.320 છે, લખનઉ સુપર જાયન્ટ્સ બે મેચમાં એક હાર અને એક જીત સાથે ત્રીજા ક્રમે અને ગુજરાત ટાયટન્સ પણ બે મેચમાં એક હાર એક જીત સાથે ચોથા ક્રમે છે. આ બંને ટીમનો નેટ રન રેટ અનુક્રમે 0.963 અને 0.625 છે. પંજાબ કિંગ્સ એક મેચ રમ્યું છે અને જીત મેળવી છે, 0.550 નેટ રન રેટ સાથે પાંચમા ક્રમે છે.
આ પણ વાંચો: ₹ 27 કરોડના પંત અને ₹ 26.75 કરોડવાળા શ્રેયસની ટીમ વચ્ચે ટક્કર
સોમવારે રાત્રે રમાયેલી મેચમાં જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે. ત્રણ મેચમાં એક જીત અને બે હાર સાથે તેનો નેટ રન રેટ 0.309 છે. સાતમા ક્રમે સીએસકે છે, ત્રણ મેચમાં એક જીત અને બે હાર સાથે નેટ રન રેટ -0.771 છે. સનરાઈઝર્સ હૈદરાબાદ ત્રણ મેચમાં એક જીત અને બે હાર સાથે આઠમા ક્રમે છે.
રાજસ્થાન રોયલ્સ પણ ત્રણ મેચમાં એક જીત અને બે હાર સાથે નવમા ક્રમે અને કોલકાતા નાઈટ રાઈડર્સ ત્રણ મેચમાં એક જીક અને બે હાર સાથે દસમા ક્રમે છે. આ ત્રણેયનો નેટ રન રેટ અનુક્રમે -0.817, -1.112 તથા -1.428 છે.