IPL 2025: KKR vs LSG મેચ બાબતે મડાગાંઠ, શેડ્યુલમાં થઈ શકે છે ફેરફાર, જાણો શું છે કારણ

કોલકાતા: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) ની 18 સિઝનની શરૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે. IPL 2025ની પહેલી મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડીયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વચ્ચે રમાશે. IPLની મેચ જે શહેરોમાં રમાવાની છે, ત્યાં સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે, એવામાં અહેવાલ છે કે કોલકતામાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને શેડ્યુલમાં ફેરફારથઇ શકે છે.
6 એપ્રિલના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડીયમ (Eden Gardens Stadium, Kolkata) માં મેચ રમાવાની છે, એ જ દિવસે રામ નવમીનો તહેવાર હોવાથી સુરક્ષા વ્યવસ્થામાં મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે. શહેરમાં રામ નવમીની ઉજવણીને કારણે કોલકાતા શહેર પોલીસે મેચ માટે સુરક્ષા મંજૂરી આપી નથી.
ભાજપ નેતાની જાહેરાત:
ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ જાહેરાત કરી હતી કે રામ નવમીના દિવસે પશ્ચિમ બંગાળમાં 20 હજારથી વધુ શોભાયાત્રા કાઢવામાં આવશે, જેના કારણે રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત વધી ગઈ છે. આ કારને આ KKR vs LSG મેચ મુલતવી રાખી શકાય છે અથવા તને અન્ય વેન્યુ પર શિફ્ટ કરી શકાય છે. આ અંગેની માહિતી BCCI ને પણ મોકલવામાં આવી છે.
કોલકાતા પોલીસે શું કહ્યું?
ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) ના પ્રમુખ સ્નેહાશિષ ગાંગુલીએ શહેર પોલીસ સાથે ચર્ચા કરી હતી, ત્યાર બાદ તેમણે જણાવ્યું કે ધિકારીઓએ મેચ માટે મંજૂરી આપી નથી. સ્નેહાશિષ ગાંગુલીએ જણાવ્યું કે “અધિકારીઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ પૂરતી સુરક્ષા પૂરી પાડી શકશે નહીં. જો પોલીસ સુરક્ષા નહીં હોય, તો 65,000 લોકોની ભીડને મેનેજ કરવી અશક્ય હશે. અમે BCCI ને જાણ કરી છે અને અંતિમ નિર્ણય લેવા માટે હજુ પણ સમય છે.”
આ પણ વાંચો…પ્રવાસમાં ફેમિલીનો સાથ: કોહલીની કથની કામ કરી ગઈ, બીસીસીઆઈ કદાચ નિયમ હળવો કરશે…
ગત સિઝનમાં પણ લેવાયો હતો આ નિર્ણય:
ગત સિઝનમાં પણ, રામ નવમીના દિવસે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને KKR અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની IPL મેચ રીશેડ્યૂલ કરવી પડી હતી. અગાઉ પણ કેટલાક ઘણીવાર મેચો રીશેડ્યૂલ કરવામાં આવી છે.
શું છે ઓપ્શન્સ?
અહેવાલ મુજબ આ મેચ કોલકાતામાં જ રમાશે. 5 અને 6 એપ્રિલના દિવસે ડબલ હેડર એટલે જે બે-બે મેચ છે. આવી સ્થિતિમાં, આ મેચને અન્ય કોઈપણ મેચ સાથે સ્વેપ કરવામાં આવી શકે છે. 5 એપ્રિલે યોજાનારી મેચ 6 એપ્રિલે યોજાઈ શકે છે અને 6 એપ્રિલની મેચ એક દિવસ પહેલા પણ યોજાઈ શકે છે. આ અંગે નિર્ણય BCCIને લેવાનો રહેશે.