IPL 2025

KKR vs DC: સતત 3 વિકેટ અને 4 DRS, છેલ્લી ઓવર રોમાંચથી ભરપુર

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ની 48મી લીગ મેચ ગઈ કાલે સાંજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડીયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) અને દિલ્હી કેપિટલ્સ(DC) વચ્ચે રમાઈ હતી. આ હાઈ સ્કોરિંગ મેચ ખુબ જ રોમાંચક રહી. ખાસ કરીને KKRની ઇનિંગની છેલ્લી ઓવર એક્શનની ભરપુર રહી. છેલ્લી ઓવરમાં સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ પડી હતી અને ચાર વખત DRS લેવામાં આવ્યું હતું.

ટોસ હાર્યા બાદ KKRની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. ઇનિંગની છેલ્લી ઓવર DCના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે ફેંકી હતી. આ ઓવરના પહેલા બોલ પર આન્દ્રે રસેલે 106 મીટરનો છગ્ગો ફટકાર્યો હતો. આનાથી એવું લાગતું હતું કે આ એક મોટી ઓવર સાબિત થઇ શકે છે. જોકે, સ્ટાર્કે ઓવરમાં ફક્ત ત્રણ રન જ આપ્યા.

સ્ટાર્કનો બીજો બોલ બાઉન્સર હતો, જે રસેલની ઉપરથી ગયો. સ્ક્વેર લેગ અમ્પાયરે તેને વાઈડ જાહેર કર્યો. આ પછી દિલ્હી કેપિટલ્સે DRS લીધું. ટીવી અમ્પાયરે નોંધ્યું કે બોલ બેટરના માથાની ઉપર હતો અને તેને વાઈડ આપવો યોગ્ય છે.

ત્યાર બાદ સ્ટાર્કે આગળનો બોલ રસેલના પગ પર નાખ્યો, જે તેના પેડ્સને અડીને વિકેટકીપર પાસે ગયો. રસેલ અને રોવમેન પોવેલે પણ આના પર એક દોડી ગયા. જોકે, અમ્પાયરે બોલને વાઈડ આપ્યો, DCએ ફરીથી રિવ્યુ લીધો. આના પર ટીવી અમ્પાયરે નિર્ણય ઉલટાવી દીધો.

ત્યાર બાદ સ્ટાર્કના બોલ પર રોવમેન પોવેલને LBW આઉટ આપવામાં આવ્યો. આ વખતે પોવેલે રિવ્યુ લીધો, પણ તે આઉટ સાબિત થયો.

ત્યાર બાદના બોલ પર દુષ્મંથ ચમીરાએ અનુકુલ રોયનો શાનદાર કેચથી પકડ્યો. હવે મિશેલ સ્ટાર્ક હેટ્રિક પર હતો, બેટર હર્ષિત રાણા સામે હતો. હર્ષિત રાણાએ બેટ સ્વિંગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ વિકેટકિપર પાસે ગયો. હર્ષિત અને રસેલ રન લેવા દોડ્યા, પણ રસેલ રન આઉટ થઈ ગયો. આમ છતાં DCએ રિવ્યુ લીધો આવ્યો કારણ કે હર્ષિતે બેટ ફેરવ્યું ત્યારે અવાજ થયો હતો અને મિશેલ સ્ટાર્ક હેટ્રિક લેવા માંગતો હતો. અમ્પાયરે જોયું કે બોલ બેટને સ્પર્શતો નથી. આવી સ્થિતિમાં, રન આઉટનો નિર્ણય માન્ય રહ્યો.

આપણ વાંચો:  કોલકાતાએ જીતીને દિલ્હીને ફરી નંબર-વન થતા રોક્યું…

વરુણ ચક્રવર્તીએ છેલ્લા બોલ પર એક રન બનાવ્યો. આ રીતે ઓવર સમાપ્ત થઇ, એક ઓવરમાં ચાર વખત DRS લેવામાં આવ્યો અને ત્રણ વિકેટ પડી ગઈ.

મેચમાં પ્રથમ બેટિંગ કરતા KKRએ 9 વિકેટ ગુમાવીને 204 રન બનાવ્યા હતાં. 205નો ટાર્ગેટ ચેઝ કરવા ઉતારેલી DCની ટીમનો સ્કોર 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 190 રન જ બનાવી શકી. આમ KKRએ આ મેચ 14 રનથી જીતી લીધી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button