IPL 2025: KKR vs RCB ઇડન ગાર્ડન્સની પિચ કેવી રહેશે? જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ્સ…

કોલકાતા: દુનિયાની સૌથી લોકપ્રિય T20 ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) ની 18મી સીઝનની શરૂઆત આવતી કાલે 22 માર્ચે થવા જઈ (IPL 2025) રહી છે. આવતી કાલે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડીયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB) વચ્ચે મેચ રમાશે. દર્શકોને એક રોમાંચક મેચ જોવા મળે તેવી આશા છે.
આ પણ વાંચો: આઇપીએલની શરૂઆત પહેલાં જ મોટા સમાચાર…સુરક્ષાના કારણસર શેડ્યૂલમાં નાનો ફેરફાર આવશે…
KKR vs RCB મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થવાની છે, પરંતુ ઓપનીંગ સેરેમનીને કારણે મેચ શરૂ થવામાં થોડો વિલંબ થઈ શકે છે. IPL 2025 ની ઓપનીંગની મેચ દરમિયાન વરસાદનો વિઘ્ન પડવાની શક્યતા છે. જો વરસાદ નહીં પડે તો કાલે ઈડન ગાર્ડન્સમાં છગ્ગા-ચોગ્ગાનો વરસાદ થઇ શકે છે.
પિચ રિપોર્ટ:
ઈડન ગાર્ડન્સની પિચ બેટ્સમેનોને મદદરૂપ માનવામાં આવે છે, પરંતુ મેચની શરૂઆતમાં, બોલરોને થોડી મદદ મળે છે. આ મેદાન પર મોટાભાગની ટીમો ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે છે કારણ કે આ મેદાન પર રન ચેઝ કરવાનું ખૂબ સરળ બની જાય છે.
ડ્યુ ફેક્ટર:
આવતી કાલે મેચના પરિણામમાં ડ્યુ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, પરંતુ BCCI ના નવા નિયમો મુજબ, જો મેદાન પર ઝાકળ વધુ હોય હોય તો અમ્પાયર બીજી ઇનિંગમાં 10મી ઓવર પછી નવો બોલ બોલિંગ ટીમને સોંપી શકે છે.
ઇડન ગાર્ડન્સ IPL ના આંકડા અને રેકોર્ડ્સ:
મેચ- 93
પ્રથમ બેટિંગ કરતી વખતે જીતેલી મેચો – 38 (40.86%)
રનિંગ ચેઝ કરતી વખતે જીતેલી મેચો – 55 (59.14%)
રન ચેઝમાં સૌથી વધુ સ્કોર – 262/2
પ્રથમ બેટિંગ કરતી વખતે એવરેજ સ્કોર – 163
KKR vs RCB હેડ ટૂ હેડ રેકોર્ડ:
કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPLમાં અત્યાર સુધીમાં એક બીજા સામે મેચ 34 રમી છે, જેમાં KKR એ 20 મેચ જીતી છે અને RCB એ 14 મેચ જીતી છે.
KKRની સ્કવોડ:
અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર (વાઈસ-કેપ્ટન), મોઈન અલી, વૈભવ અરોરા, ક્વિન્ટન ડી કોક, હર્ષિત રાણા, સ્પેન્સર જોહ્ન્સન, મયંક માર્કંડે, સુનીલ નારાયણ, એનરિચ નોર્ટજે, મનીષ પાંડે, રોવમેન પોવેલ, અંગક્રિશ રઘુવંશી, રહેમાનુલ્લાહ ગુરબાઝ, રમણદીપ સિંહ, અનુકુલ રોય, આન્દ્રે રસેલ, ચેતન સાકરિયા, રિંકુ સિંહ, લવનીથ સિસોદિયા, વરુણ ચક્રવર્તી.
આ પણ વાંચો: બૉલ પર લાળ લગાડવા પરનો પ્રતિબંધ ગયો, રિવર્સ-સ્વિંગનું કમબૅક…
RCBની સ્કવોડ:
રજત પાટીદાર (કેપ્ટન), અભિનંદન સિંહ, જેકબ બેથેલ, મનોજ ભંડાગે, સ્વસ્તિક ચિકારા, ટિમ ડેવિડ, જોશ હેઝલવુડ, વિરાટ કોહલી, ભુવનેશ્વર કુમાર, લિયામ લિવિંગસ્ટોન, મોહિત રાઠી, લુંગી ન્ગીડી, દેવદત્ત પડિકલ, કૃણાલ પંડ્યા, રસિક સલામ, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, રોમારિયો શેફર્ડ, સુયશ શર્મા, સ્વપ્નિલ સિંહ, નુવાન તુષારા, યશ દયાલ.