IPL 2025

IPL 2025: ગુજરાત ટાઇટનની પંજાબ કિંગ્સ સામે 11 રનથી હાર, પંજાબે જીતથી કરી શરૂઆત…

અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ 2025 માં(IPL 2025)ગુજરાત ટાઇટન અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટનની 11 રનથી હાર થઇ છે. પંજાબ કિંગ્સે આ મેચ વિકેટથી જીતી લીધી હતી. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. જેના લીધે પંજાબ કિંગ્સ પહેલા બેટિંગ કરી હતી. જેમાં પંજાબ કિંગ્સે ધમાકેદાર બેટિંગ કરતા ગુજરાતને જીતવા 244 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પંજાબ તરફથી શ્રેયસ અય્યરે 97 રન, શશાંકે 16 બોલમાં 44 રન કર્યા હતા. જ્યારે મેચની અંતિમ ઓવર સિરાજે ફેંકી હતી જેમાં શશાંકે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. છેલ્લી ઓવરમાં કુલ 23 રન નોંધાયા હતા.

સાઈ સુદર્શન 74 રન બનાવી આઉટ થયા

જોકે, પંજાબ કિંગ્સે આપેલા 244 રનના ટાર્ગેટનો પીછો કરતા ગુજરાત ટાઈટન્સે મજબૂત શરૂઆત કરી હતી. જેમા સાઈ સુદર્શનને આક્રમક બેટિંગ કરી હતી. સાઈ સુદર્શન 74 રન બનાવી આઉટ થયા હતા. જ્યારે કેપ્ટન શુભમન ગિલ 33 રન બનાવી આઉટ થયા હતા. જ્યારે જોશ બટલરે 54 રન કર્યા હતા. મેચની છેલ્લી ઓવર રોમાંચક રહી હતી. જેમાં રોહિત તેવટિયા સિક્સ માર્યા બાદ રન આઉટ થયા હતા. જ્યારે રુથરફોર્ડે 46 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : નીતા અંબાણીનો આ વીડિયો વાઈરલ વીડિયો જોયો કે? જોશો તો…

બે ખેલાડીઓ IPLમાં ડેબ્યૂ કર્યું

આજની મેચમાં બે ખેલાડીઓ IPLમાં ડેબ્યૂ કર્યું હતું. દિલ્હી પ્રીમિયર લીગમાં વિસ્ફોટક બેટિંગ કરનાર પ્રિયાંશ આર્ય અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈને ચેમ્પિયન બનાવનાર ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગે પહેલી વાર IPLમાં રમ્યા હતા. આ બંને પંજાબ કિંગ્સ તરફથી રમ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button