IPL 2025

ગુજરાત ટાઇટન્સને ઝટકો, 500 રન કરનાર બટલર…

પાકિસ્તાન સુપર લીગમાં રમનાર શ્રીલંકન ભારત આવી રહ્યો છે

અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમ આઇપીએલ (IPL-2025)ની 18મી સીઝનના પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે છે, પણ એના માટે મોટી ચિંતા જાગી છે.

આ ટૂર્નામેન્ટમાં 500 રન કરી ચૂકેલો બ્રિટિશ ઓપનર અને વિકેટકીપર જૉસ બટલર (Jos Buttler) પ્લે-ઑફના રાઉન્ડમાં ગુજરાતની ટીમ સાથે નહીં હોય, કારણકે ઇંગ્લૅન્ડની વેસ્ટ ઇન્ડિઝ સામે જે વન-ડે અને ટી-20 સિરીઝ રમાવાની છે એ માટેની ટીમમાં બટલરનો સમાવેશ કરાયો છે.

આપણ વાંચો: IPL 2025: ગુજરાત ટાઇટન્સની તાકાત વધુ વધશે; આ સાઉથ આફ્રિકન બોલર ટીમમાં જોડાઈ શકે છે

https://twitter.com/Sportskeeda/status/1922676308875653263

બટલર ઉપરાંત કૅપ્ટન શુભમન ગિલ (508 રન) અને સાઇ સુદર્શન (509 રન) પણ 500 રન પૂરા કરી ચૂક્યા છે. બટલર પ્લે-ઑફમાં નહીં રમે એટલે ગુજરાતની ટીમને બીજી મોટી તકલીફ એ થશે કે આ ટીમ પાસે વિકેટકીપર તરીકેના ખૂબ મર્યાદિત વિકલ્પ છે. જોકે ગુજરાતે બટલરના સ્થાને રમનાર ખેલાડીને પસંદ કરી લીધો છે.

આપણ વાંચો: ગુજરાત ટાઇટન્સ વિજયી ચોક્કા સાથે પોઈન્ટ્સ ટેબલમાં મોખરે

જાણીતી ક્રિકેટ વેબસાઇટના અહેવાલ મુજબ શ્રીલંકાનો વિકેટકીપર-બૅટ્સમૅન કુસાલ મેન્ડિસ (Kusal Mendis) પ્લે-ઑફમાં બટલરનું સ્થાન લેશે.

નવાઈની વાત એ છે કે મેન્ડિસને ગુજરાતની સીધી પ્લેઇંગ-ઇલેવનમાં સામેલ કરવામાં આવશે, કારણકે આ ટીમ પાસે વિકેટકીપિંગની જવાબદારી પણ સારી રીતે સંભાળી શકે એવો બીજો કાબેલ બૅટ્સમૅન છે જ નહીં. એકમાત્ર અનુજ રાવત આ ટીમ પાસે છે જે ખાસ કંઈ અનુભવી નથી.

https://twitter.com/CricCrazyJohns/status/1922888466163020226

ભારત-પાકિસ્તાન જંગને કારણે ટૂંક સમય માટે અટકી પડેલી આઇપીએલ શનિવાર, 17મી મેના રોજ ફરી શરૂ થઈ રહી છે.
શ્રીલંકાનો કુસાલ મેન્ડિસ તાજેતરમાં જ અટકી પડેલી પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં રમી ચૂક્યો છે.

એમાં તેણે ક્વેટા ગ્લેડિયેટર્સ નામની ટીમ વતી 168.00થી પણ વધુ સ્ટ્રાઇક-રેટ સાથે કુલ 143 રન કર્યા હતા. આ 30 વર્ષીય ખેલાડીએ શ્રીલંકા વતી ટી-20 કરીઅરમાં બે સેન્ચુરી અને 32 હાફ સેન્ચુરીની મદદથી કુલ 4,700થી પણ વધુ રન કર્યા છે.

આઇપીએલમાં પહેલી વાર રમનારા કુસાલ મેન્ડિસને બીસીસીઆઇ દ્વારા બનાવવામાં આવેલા નવા નિયમ હેઠળ ગુજરાતની ટીમમાં આવવા મળ્યું છે.

ટેમ્પરરી રિપ્લેસમેન્ટના નવા નિયમ મુજબ જો કોઈ ટીમનો કોઈ ખેલાડી ભારત-પાકિસ્તાન જંગ બાદ સ્વદેશ પાછા ગયા બાદ પાછો ન આવવાનો હોય તો તેના સ્થાને એ ટીમ બીજા કોઈને સ્ક્વૉડમાં સમાવી શકે છે. જોકે એ ખેલાડીને આવતા વર્ષની આઈપીએલ માટે રીટેન નહીં કરી શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button