IPL 2025

MI VS CSK: ચેન્નઈ સામે મુંબઈએ ટોસ જીતીને બોલિંગ લીધી, જાણો કોણ કોના પર ભારે છે?

મુંબઈઃ આઈપીએલમાં બેંગલુરુ અને પંજાબ વચ્ચેની મેચમાં આરસીબીએ શાનદાર જીત મેળવ્યા પછી આજે પ્રીમિયર લીગની 38 મેચ મુંબઈ અને ચેન્નઈ વચ્ચે રમાઈ રહી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ટોસ જીતીને પહેલા ચેન્નઈની ટીમને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ચેન્નઈ વતીથી પહેલી બેટિંગમાં શેખ રશીદ અને રચિન રવિન્દ્ર મેદાનમાં રમવા આવ્યા છે. આજમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કોઈ ફેરફાર કર્યો નથી, જ્યારે ચેન્નઈની ટીમમાં રાહુલ ત્રિપાઠીની જગ્યાએ નવોદિત પ્લેયર આયુષ મ્હાત્રેની ઈલેવનમાં એન્ટ્રી કરી છે.

HT

વાનખેડેમાં ચોગ્ગા-સિક્સરનો વરસાદ થઈ શકે છે
વાનખેડે સ્ટેડિયમમાં બોલર માટેનું સ્મશાન માનવામાં આવે છે, જ્યાં હાઈ સ્કોરિંગ મેચ જોવા મળે છે. જોકે, આ વખતની પિચ થોડી સ્લો પણ જોવા મળી શકે છે. મુંબઈ અને ચેન્નઈ વચ્ચેની મેચમાં ચોગ્ગા-સિક્સરનો વરસાદ જોવા મળી શકે છે, જ્યારે ટોસ જીતનારી ટીમના કેપ્ટન માટે બોલિંગનો નિર્ણય લેવાની સંભાવના વધારે રહે છે.

મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈનો હેડ ટુ હેડ રિપોર્ટ
આ અગાઉ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ચેન્નઈ અને મુંબઈ વચ્ચે મેચ રમાઈ હતી. આઈપીએલમાં બંને ટીમના હેડ ટુ હેડ આંકડાની વાત કરીએ તો બંને ટીમ વચ્ચે અગાઉથી જોરદાર ટક્કર રહી છે. મુંબઈએ અત્યાર સુધીમાં ચેન્નઈને 20 વખત હરાવ્યું છે, જ્યારે ચેન્નઈએ અઢાર વખત મુંબઈને હરાવ્યું છે. આ અગાઉ ચેપોકમાં બંને ટીમ વચ્ચેની ટક્કરમાં ચેન્નઈ જીત્યું હતું.

બંને ટીમની પ્લેઈંગ ઈલેવન અને ઈમ્પેક્ટ પ્લેયર
મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં કેપ્ટન હાર્દિક પંડ્યા, વિકેટ કિપર રિયાન રિકલ્ટન સહિત રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, મિશેલ સેન્ટરન, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, અશ્વિની કુમાર અને જસપ્રીત બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે ઈમ્પેક્ટ પ્લેયર વિગ્નેશ પુથુર છે. દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં કેપ્ટન એમએસ ધોની અને વિકેટકિપર સહિત શેખ રશીદ, રચિન રવિન્દ્ર, આયુષ મ્હાત્રે, શિવમ દુબે, વિજય શંકર, જેમી ઓવરટન, રવિન્દ્ર જાડેજા, નૂર અહેમદ, ખલીલ અહેમદ, મશીથા પથિરાનો સમાવેશ થાય છે. ચેન્નઈની ટીમમાં 17 વર્ષના આયુષ મ્હાત્રેનું ડેબ્યુ કર્યું છે.

આપણ વાંચો : ધોનીની આજે વાનખેડેમાં છેલ્લી મૅચ?: મુંબઈને ચેન્નઈ સામે જીતવાની તક કેટલી?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button