IPL 2025

વૈભવ સૂર્યવંશી 10મા ધોરણમાં નાપાસ થયો એ અફવા કેટલી સાચી છે?

પટનાઃ દસમા ધોરણ (10th)ના પરિણામોના મોસમ ચાલી રહી છે ત્યારે તાજેતરમાં 14 વર્ષની ઉંમરે આઇપીએલ (IPL-2025)માં સેન્ચુરી ફટકારનાર આ ટૂર્નામેન્ટના ઇતિહાસનો સૌથી યુવાન ખેલાડી બનેલા વૈભવ સૂર્યવંશી (VAIBHAV SURYAVANSHI)ના નામે પણ આ વિષયમાં ચર્ચા ચાલી છે. કેટલાક અહેવાલોમાં જણાવાયું હતું કે સૂર્યવંશી 10મા ધોરણમાં નાપાસ થયો છે. જોકે હકીકત જુદી છે જેના પર આપણે થોડી વાર પછી ચર્ચા કરીશું.

રાજસ્થાન રૉયલ્સે (RR) બિહારના સૂર્યવંશીને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેણે આઇપીએલમાં પોતાની પહેલી જ મૅચના પ્રથમ બૉલ પર સિક્સર ફટકારીને સનસનાટી મચાવી જ દીધી હતી, તેણે ગુજરાત ટાઇટન્સ સામે 35 બૉલમાં સદી ફટકારીને કેટલાક વિક્રમો તોડ્યા હતા. એ મૅચમાં તેણે 59 મિનિટ સુધી ક્રીઝ પર રહીને કુલ 11 સિક્સર અને 7 ફોરની મદદથી 38 બૉલમાં 101 રન કર્યા હતા. ત્યાર પછીની બન્ને મૅચમાં તે ફક્ત બે-બે બૉલમાં વિકેટ ગુમાવી બેઠો, પરંતુ તેનું ભવિષ્ય ખૂબ ઉજળું છે.

વાત એવી છે કે દસમા ધોરણના પરિણામો વચ્ચે અફવા (RUMOUR) એવી ઉડી છે કે સૂર્યવંશી 10મા ધોરણની સેન્ટ્રલ બોર્ડ ઑફ સેક્નડરી એજ્યૂકેશન (CBSE)ની પરીક્ષામાં ફેલ થયો છે. જોકે અમુક અહેવાલો પરથી જાણવા મળ્યું કે આ પોસ્ટ માત્ર મજાક ખાતર શૅર કરવામાં આવી હતી. એક રમૂજમાં એવું પણ જણાવાયું હતું કે બીસીસીઆઇએ સૂર્યવંશીની ઉત્તર-પત્રિકાઓની ચકાસણી માટે ડીઆરએસ (ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ) હેઠળ તપાસની માગણી કરી છે.

આપણ વાંચો:  ઍરપોર્ટ પર ચાહકોના દિલ તોડ્યા પછી મિચલ સ્ટાર્ક હવે પાછો નથી આવવાનો

આના પરથી જ જણાયું કે સૂર્યવંશી વિશેની આ પોસ્ટ માત્ર મજાક માટેની જ હતી.

એક અહેવાલ મુજબ સૂર્યવંશી હજી આઠમા ધોરણમાં જ ભણે છે. તે બિહારના સમસ્તીપુર જિલ્લાના તેજપુરની સ્કૂલમાં આઠમા ધોરણનો વિદ્યાર્થી છે અને દસમાની બોર્ડની એક્ઝામ તેના માટે હજી દૂરની વાત છે.

આઇપીએલની 2008ની પ્રથમ સીઝનમાં રાજસ્થાન રૉયલ્સની ટીમ ચૅમ્પિયન બની હતી. જોકે આ વખતે જે ત્રણ ટીમ પ્લે-ઑફની રેસની બહાર થઈ ગઈ છે એમાં ચેન્નઈ અને હૈદરાબાદ ઉપરાંત રાજસ્થાનનો પણ સમાવેશ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button