IPL 2025

લખનઊ સામે મુંબઈએ ફીલ્ડિંગ પસંદ કરીઃ રોહિત કેમ નથી રમવાનો?

બુમરાહ વિશે પૂછાતાં કૅપ્ટન હાર્દિકે કહ્યું કે…

લખનઊઃ અહીં આઇપીએલ (IPL 2025)માં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામેના રોમાંચક મુકાબલા માટેનો ટૉસ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના સુકાની હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ જીતી લીધો હતો અને તેણે ફીલ્ડિંગ પસંદ કરી હતી. લખનઊની ટીમ મોટા ભાગે આ વખતે પણ એઇડન માર્કરમ અને મિચલ માર્શ સાથે બૅટિંગમાં દાવની શરૂઆત કરશે.

ટૉસ ઉછાળવામાં આવ્યો ત્યારે હાર્દિકે હેડ'નો કૉલ આપ્યો હતો અને તેનું સાચું પડતાં તેણે ફીલ્ડિંગ પસંદ લીધી હતી. રોહિત શર્મા નેટ પ્રૅક્ટિસ દરમ્યાન ઘૂંટણમાં ઈજા થવાને કારણે આ મૅચની બહાર છે. તેના સ્થાને ઇંગ્લૅન્ડના બૅટિંગ ઑલરાઉન્ડર વિલ જૅક્સને ઇલેવનમાં સમાવવામાં આવ્યો છે.

આપણ વાંચો: આઇપીએલની ટી-20 મેચ પર સટ્ટો: નવી મુંબઈથી ત્રણ પકડાયા

પહેલી ત્રણેય મૅચમાં રોહિત સારું નહોતો રમી શક્યો. ત્રણ મૅચમાં તેના સ્કોર્સ આ મુજબ હતાઃ ચેન્નઈ સામે શૂન્ય, ગુજરાત સામે આઠ રન અને કોલકાતા સામે 13 રન. મુંબઈની ટીમને જસપ્રીત બુમરાહની ગેરહાજરી વર્તાઈ રહી છે. હાર્દિકને ટૉસ વખતે પૂછાતાં તેણે એટલું જ કહ્યું હતું કેતે બહુ જલદી પાછો રમવા આવશે.’

મુંબઈ અને લખનઊ, બન્ને ટીમ ત્રણ-ત્રણમાંથી બે-બે મૅચ હારી છે અને ફક્ત એક-એકમાં જ વિજય મેળવ્યો છે.
હાર્દિકના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ ઉપરાંત તેની કૅપ્ટન્સીની આ વખતે કપરી કસોટી છે, કારણકે ગયા વર્ષે વિવાદો વચ્ચે એમઆઇની ટીમ તેના સુકાનમાં છેક દસમા સ્થાને રહી હતી. મુંબઈની ટીમમાં બાવીસ વર્ષના ઑલરાઉન્ડર રાજ બાવાને પણ સામેલ કરાયો છે.

આપણ વાંચો: સ્પોર્ટ્સ મૅન : 8 વર્ષની આઇપીએલમાં 13 વર્ષનો વૈભવ ને 43 વર્ષનો ધોની મચાવશે ધમ્માલ…

રિષભ પંતને લખનઊના ફ્રૅન્ચાઇઝીએ 27 કરોડ રૂપિયાના ઐતિહાસિક ઊંચા ભાવે ખરીદ્યો છે. તે ત્રણેય મૅચમાં બૅટિંગમાં નિષ્ફળ ગયો હોવાથી તેની બૅટિંગ પર પણ સૌની (ખાસ કરીને ટીમના માલિક સંજીવ ગોયેન્કાની) નજર રહેશે.
લખનઊની ટીમમાં ફરી ફિટનેસ હાંસલ કરનાર પેસ બોલર આકાશ દીપને સામેલ કરવામાં આવ્યો છે.


બન્ને ટીમની પ્લેઇંગ ઇલેવનઃ

મુંબઈઃ હાર્દિક પંડ્યા (કૅપ્ટન), વિલ જૅક્સ, રાયન રિકલ્ટન (વિકેટકીપર), નમન ધીર, સૂર્યકુમાર યાદવ, રાજ બાવા, મિચલ સૅન્ટનર, દીપક ચાહર, ટ્રેન્ટ બૉલ્ટ, અશ્વની કુમાર અને વિજ્ઞેશ પુથુર. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ તિલક વર્મા, કૉર્બિન બોશ્ચ, રૉબિન મિન્ઝ, એસ. રાજુ અને કર્ણ શર્મા

લખનઊઃ રિષભ પંત (કૅપ્ટન, વિકેટકીપર), મિચલ માર્શ, એઇડન માર્કરમ, નિકોલસ પૂરન, આયુષ બદોની, ડેવિડ મિલર, અબ્દુલ સામદ, શાર્દુલ ઠાકુર, દિગ્વેશ રાઠી, આકાશ દીપ અને આવેશ ખાન. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, શાહબાઝ અહમદ, એમ. સિદ્ધાર્થ અને આકાશ સિંહ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button