IPL 2025

હાર્દિકે ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી, ગુજરાત શરૂ કરશે બૅટિંગના ધમાકા

અમદાવાદઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમના કૅપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ ટૉસ (Toss) જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. ગુજરાત ટાઇટન્સ (GT)ની યજમાન ટીમને બૅટિંગમાં આતશબાજી શરૂ કરીને એમઆઇને પડકારરૂપ લક્ષ્યાંક આપવાનો મોકો મળ્યો છે.

એમઆઇની ટીમ અમદાવાદમાં જીટી સામે અગાઉની ત્રણેય મૅચ હારી ગઈ હોવાથી આજે હાર્દિકની ટીમની કપરી કસોટી છે.

હાર્દિક અને જીટીનો કૅપ્ટન શુભમન ગિલ (Shubhman Gill) એક સમયે જીટીની ટીમમાં સાથે હતા. ત્યારે હાર્દિક કૅપ્ટન હતો અને ગિલ તેના સુકાનમાં રમતો હતો. આજે આ બન્ને ભારતીય ખેલાડી હરીફ સુકાની છે.

આ પણ વાંચો: મુંબઈ ઇન્ડિયન્સથી ગુજરાત ટાઇટન્સ 3-2થી આગળ, થોડી જ વારમાં નવી ટક્કર શરૂ

ગિલે જણાવ્યું હતું કે `અમે ટૉસ જીત્યા હોત તો અમે પણ ફીલ્ડિંગ પસંદ કરી હોત. જોકે આ મેદાન પર અમે ઘણી વાર પ્રથમ બૅટિંગ કરી ચૂક્યા છીએ એટલે અમારા માટે આ કંઈ નવું નથી.’

ગિલ ઇચ્છે છે કે તેની ટીમ પાવરપ્લેની ઓવર્સમાં બને એટલા વધુ રન બનાવશે.

પંજાબ સામેની મૅચમાં પાવરપ્લેમાં તેણે 14 બૉલમાં 33 રન બનાવીને પોતાની ટીમને સાધારણ યોગદાન આપ્યું હતું. જોકે મંગળવારે અમદાવાદમાં પંજાબ સામે જીટીનો 11 રનથી પરાભવ થયો હતો.

આજની બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન
(Playing Eleven)

મુંબઈઃ હાર્દિક પંડ્યા (કૅપ્ટન), રોહિત શર્મા, રાયન રિકલ્ટન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, મિચલ સૅન્ટનર, દીપક ચાહર, ટ્રેન્ટ બૉલ્ટ, મુજીબ-ઉર-રહમાન અને સત્યનારાયણ રાજુ. ઇમ્પૅક્ટ પ્લેયર માટે વિકલ્પોઃ વિલ જૅક્સ, રૉબિન મિન્ઝ, રાજ અંગદ બાવા, અશ્વિની કુમાર અને કૉર્બિન બોશ્ચ.

ગુજરાતઃ શુભમન ગિલ (કૅપ્ટન), રાશિદ ખાન, સાઇ સુદર્શન, જૉશ બટલર (વિકેટકીપર), શેરફેન રુધરફર્ડ, રાહુલ તેવાટિયા, એમ. શાહરુખ ખાન, આર. સાઇ કિશોર, કૅગિસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇમ્પૅક્ટ પ્લેયર માટે વિકલ્પોઃ વૉશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, ઇશાંત શર્મા, અનુજ રાવત, મહિપાલ લૉમરોર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button