ક્રિકેટ સાથે પર્યાવરણની જાળવણી: GTએ વેસ્ટ મેનેજમેન્ટની પ્રશંસનીય કામગીરી કરી

અમદાવાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025માં શાનદાર પ્રદર્શન કરતા ગુજરાત ટાઈટન્સ(GT) પોઈન્ટ ટેબલમાં ત્રીજા સાથે રહી છે. GTએ લીગ સ્ટેજની 14 મેચમાંથી 9માં જીત મળેવી છે. લીગ સ્ટેજની 7 મેચ GTએ તેના હોમ ગ્રાઉન્ડ અમદાવાદમાં રમી હતી. અમદાવાદના નરેદ્ર મોદી સ્ટેડીયમાં રમાયેલી મેચો દરમિયાન ગુજરાત ટાઈટન્સ ફ્રેન્ચાઈઝીએ સરાહનીય કામગીરી કરી હતી.
ગુજરાત ટાઇટન્સે સતત ત્રીજા વર્ષે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી વેસ્ટ મેનેજમેન્ટની સરાહનીય કામગીરી કરી હતી. મળતી માહિતી મુજબ ફ્રેન્ચાઇઝીએ IPL 2025 સીઝનમાં GTની સાત હોમ મેચોમાં 93,385 કિલોગ્રામ કચરો એકત્રિત કર્યો છે અને તેને પ્રોસેસ છે. આ રીતે GT ફ્રેન્ચાઇઝીએ સસ્ટેનેબિલિટી માટે કામ કરવાનું ઉત્તર ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ પણ વાંચો: RCB એ બગાડ્યું ગુજરાતનું ગણિત, જાણો પ્લેઓફમાં કઈ ટીમની કોની સામે થશે ટક્કર…
ત્રણ વર્ષથી ચાલી રહી છે પહેલ:
GT ફ્રેન્ચાઈઝીએ વર્ષ 2023ની IPL સિઝનથી આ પહેલની શરૂ કરી હતી, આ ત્રણ વર્ષમાં હજારો કિલોગ્રામ કચરો એકત્રિત કરવામાં આવ્યો છે. જમા કરાયેલા કચરાને પ્રોસેસ કરીને અન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવ્યો છે. 2024 સીઝનમાં કુલ 1,04,777 કિલોગ્રામ કચરાને રિસાયક્લિંગ, કમ્પોસ્ટિંગ, અપસાયકલિંગ, રી યુઝ અથવા ડોનેટ કરી પ્રોસેસ કરવામાં આવ્યો હતો.
આ વર્ષની સિઝનના સિઝનમાં 83,961 કિલોગ્રામ ડ્રાય વેસ્ટ અને 9,624 કિલોગ્રામ વેટ વેસ્ટ એકત્ર કરવામાં આવ્યો છે. જેનું રિસાયક્લિંગ અને કમ્પોસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખથી વધુ દર્શકોની ક્ષમતા છે, દર્શકોની વધુ સંખ્યાને કારણે મોટી માત્રામાં કચરો પેદા થાય છે. આ પેહેલ માટે ગુજરાત ટાઇટન્સે NEPRA રિસોર્સ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડસાથેની ભાગીદારી કરી છે