આઈપીએલ 2025: પોઈન્ટ ટેબલથી લઈ પર્પલ કેપમાં ગુજરાત ટાઈટન્સનો દબદબો

અમદાવાદઃ આઈપીએલ 2025માં ગુજરાતનો દેખાવ પ્રભાવશાળી રહ્યો છે. પોઈન્ટ ટેબલ, ઓરેન્જ કેપ અને પર્પલ કેપમાં ગુજરાત ટાઈટન્સનો દબદબો છે. ગુજરાત ટાઈટન્સે અત્યાર સુધીમાં 8 મેચ રમી છે. જેમાં 6માં જીત મેળવી છે અને 12 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ગુજરાતનો નેટ રન રેટ +1.104 છે. બીજા ક્રમે રહેલી દિલ્હીના પણ 12 પોઈન્ટ છે પણ તેનો નેટ રન રેટ +0.657 છે.
Why is this video 7 hours long? pic.twitter.com/6WChWnKLxl
— Gujarat Titans (@gujarat_titans) April 26, 2025
ઓરેન્જ કેપમાં સાઈ સુદર્શન મોખરે
ગુજરાતનો યુવા બેટ્સમેન સાઈ સુદર્શને આ સીઝનમાં શાનદાર દેખાવ કર્યો છે. તેણે સીઝનની 8 મેચમાં 52.12ની સરેરાશથી 417 રન બનાવ્યા છે. હાલ તે ઓરેન્જ કેપ હોલ્ડર છે.
પર્પલ કેપમાં પ્રસિદ્ધ કૃષ્ણાનો દમદાર દેખાવ
ગુજરાતના બોલરે પણ આ સીઝનમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. ટીમના પેસર પ્રસિદ્ધ કૃષ્ણાએ 8 મેચમાં 16 વિકેટ ઝડપી છે. તેણે 14.12ની બોલિંગ એવરેજ અને 7.29ની ઈકોનોમીથી બોલિંગ કરી છે. આરસીબીના જોશ હેઝલવુડે પણ 16 વિકેટ ઝડપી છે. ગુજરાતના આર સાઈ કિશોરે પણ 8 મેચમાં 12 વિકેટ લીધી છે.
ગુજરાતની સફળતાનું રહસ્ય
ગુજરાત પાસે અનુભવી અને યુવા ખેલાડીઓનું શાનદાર સંયોજન છે. જેના કારણે ટીમને દરેક વિભાગમાં મજબૂતી મળી છે. ગિલની કેપ્ટનશિપમાં ટીમ શાનદાર દેખાવ કરી રહી છે. ગુજરાત ટાઈટન્સ જે રીતે પ્રદર્શન કરી રહી છે તે જોતાં આઈપીએલ 2025ના પ્લેઓફમાં પહોંચવા માટે મજબૂત દાવેદાર છે. ઉપરાંત ખિતાબ પણ જીતી શકે છે.
આઈપીએલ ગુજરાત ટાઈન્સની આગામી મેચ ક્યારે છે
ગુજરાત ટાઈટન્સ આઈપીએલમાં તેની આગામી મેચ 28 એપ્રિલે રમશે. રાજસ્થાન રોયલ્સ સામેનો મુકાબલો જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે.
આ પણ વાંચો…IPLમાં ચીયરલીડર્સને એક મેચ માટે કેટલો પગાર ચૂકવવામાં આવે છે?