Nita Ambani પોતાની ટીમને મેચ જિતાડવા કરે છે Black Magic? વીડિયો જોઈ લેશો તો…

હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા ને? અંબાણી પરિવાર (Ambani Family)ની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાં કરવામાં આવે છે. ધનવાન હોવાની સાથે સાથે અંબાણી પરિવાર આસ્થાળું પણ છે. એમાં પણ છેલ્લાં કેટલાક સમયથી તો પરિવારના તમામ સભ્યો દેશભરના અલગ અલગ મંદિરોની મુલાકાત લેતાં જોવા મળી રહ્યા છે. પરંતુ આજે અમે અહીં તમને નીતા અંબાણી (Nita Ambani)ના એક એવા સિક્રેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને આ સિક્રેટ જ નીતા અંબાણીની સફળતા અને સમૃદ્ધિનું કારણ છે એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. આવો જોઈએ શું છે આ સિક્રેટ-
વાત જાણે એમ છે કે હાલમાં સોશિયલ મીડિયા પર નીતા અંબાણીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં મેચ દરમિયાન નીતા અંબાણી આંખો પર માથા પર હાથની આંગળીઓ ફેરવી રહ્યા હતા. આ સાથે જ નીતા અંબાણી જાણે કોઈ મંત્રનો જાપ કરતાં હોય એવું લાગી રહ્યું છે. આ વીડિયોને કારણે નેટિઝન્સ જાત-જાતની વાતો કરી રહ્યા છે. જોકે, આ વીડિયો જૂનો હોય એવું લાગી રહ્યું છે, પણ લોકો નીતા અંબાણીની આ ક્રિયાને જ તેમની સફળતા અને સમૃદ્ધિનું કારણ માની રહ્યા છે
આંખોને સ્પર્શ કર્યા બાદ આંગળીઓને મસ્તક પર ફેરવું એ માત્ર એક બાહ્ય મુદ્રા નથી. આ એક રહસ્યમયી અધ્યાત્મિક સંકેત છે. આ એક એવું સ્પંદન છે જે રમન દિવોની દિવ્યતાથી આત્મસાત થઈને માતૃત્વની ચેતનાને પ્રતિકના રૂપમાં પ્રગટ કરે છે. જેમાં મનમાંને મનમાં જ પોતાના હૃદયના સક્રિય કરવામાં આવે છે. આ મુદ્રા કરીને નીતા અંબાણી પોતાની ટીમને વિજયી થવાના આશિર્વાદ આપે છે.
એક રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે ગુજરાતી લોક સંસ્કૃતિમાં આ પ્રકારની નજર ઉતારવાની પ્રક્રિયા હોય છે, જે એક અદ્રશ્ય કવરની જેમ કામ કરે છે. જેમાં આંગળીઓથી ઉત્પન્ન લયાત્મક થરથરાહટ, શિશુ કે સંતતિના ચારે બાજુ શુભતાની રેખા બનાવવામાં આવે છે. આ કવચથી અમંગલની છાયા એ સમયે દૂર થઈ જાય છે, એવી માન્યતા છે.
નીતા અંબાણીની આ ખાસ પ્રાર્થનાને લઈને એક્સ પ્લેટફોર્મ પર એક વીડિયો પણ ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. જેના લોકો લાઈક્સ અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. નીતા અંબાણી દ્વારા આંખોને સ્પર્શ કર્યા બાદ મસ્તર ફેરવું ભારતીય નારી પરંપરાની એક સાંસ્કૃતિદક મુદ્રા બની જાય છે, જે સમયથી પર હોય છે.
નીતા અંબાણી 60 વર્ષે પણ પોતાની સુંદરતા અને ફિટનેસથી પોતાની વહુ દીકરીઓની સાથે સાથે બોલીવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપતા હોય છે.
આપણ વાંચો: બચ્ચન પરિવારને મીડિયાએ કર્યો હતો બેન, Amitabh Bachchanએ આ રીતે સંભાળી હતી વાત…