IPL 2025

‘જો હું વ્હીલચેરમાં હોઉં તો…’ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ અંગે મૌન તોડ્યું, જાણો શું કહ્યું…

ચેન્નઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની શરૂઆત થઇ ચુકી છે, આ સિઝન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મહેન્દ્રસિંહ ધોની(MS Dhoni)ના ચાહકો માટે ખાસ રહેવાની છે. કેમ કે ઘણા સમયથી એવી ચર્ચા છે કે ધોનીની છેલ્લી IPL સીઝન રમી રહ્યો છે. એક મહિના પહેલા ધોની ચેન્નઈ પહોંચ્યો હતો ત્યારે તેણે મોર્સ કોડમાં “વન લાસ્ટ ટાઈમ” લખેલી ટી-શર્ટ પહેરી હતી, ત્યાર બાદ સોશિયલ મીડિયા પર ધોનીની નિવૃત્તિ અંગે સતત ચર્ચા થઇ રહી છે. આજે CSK મુંબઈ ઇન્ડિયન્સ સામે આ સિઝનની પહેલી મેચ ચેન્નઈમાં રમશે. એ પહેલા શેર કરવામાં આવેલા એક વિડીયોમાં ધોનીએ મહત્વની વાત કહી છે.

આ પણ વાંચો..રહાણેની હાફ સેન્ચુરી, પણ કૃણાલ પંડ્યાની ત્રણ વિકેટને લીધે કેકેઆર અંકુશમાં

આજે સાંજે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં CSK અને MI વચ્ચે મેચ રમાશે, જેને ‘એલ ક્લાસિકો’ મેચ કહેવામાં આવે છે. એ પહેલા જિયો હોટસ્ટારએ એક વિડીયો શેર કર્યો છે, જેમાં ધોનીએ નિવૃત્તિની અટકળો પર મૌન તોડ્યું છે. તેણે કહ્યું કે તે ચેન્નાઈ માટે ઇચ્છે ત્યાં સુધી રમી શકે છે. ધોનીએ કહ્યું કે તે ઘાયલ થાય અને વ્હીલચેરમાં હોય, તો પણ ચેન્નઈ સુપર કિંગ્સ તેને બીજી સીઝન રમવા માટે મનાવશે.

ધોનીએ કહ્યું, “હું ઇચ્છું ત્યાં સુધી CSK માટે રમી શકું છું. આ મારી ફ્રેન્ચાઇઝી છે. જો હું વ્હીલચેરમાં હોઉં તો પણ તેઓ મને ખેંચીને લઇ જશે.”

આ પણ વાંચો..IPL 2025: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની પાંચ મેચના દિવસે મેટ્રોના સમયમાં ફેરફાર

હાલ ધોનીની ઉંમર 43 વર્ષ છે. 2023ની IPL સીઝન દરમિયાન ધોનીને ઘૂંટણની ઈજા થઈ હતી, ત્યારબાદ સીઝનના અંતે તેની સર્જરી કરવામાં આવી હતી. IPL 2024માં ધોની CSK માટે રમ્યો પણ કેપ્ટનશીપ અને બેટિંગ પોઝિશન છોડી દીધી. બેટિંગ લાઇન-અપમાં તે નંબર 8 કે તેથી નીચા ક્રમે આવ્યો હતો. ધોનીએ ગત સીઝનમાં 73 બોલમાં 220 ના સ્ટ્રાઈક રેટથી 161 રન બનાવ્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button