IPL 2025

દિલ્હીનો ડુ પ્લેસી ટૉસ જીત્યો, મુંબઈને પ્રથમ બૅટિંગ મળી

અક્ષર પટેલ કેમ નથી રમી રહ્યો, જાણી લો...

મુંબઈઃ અહીં વાનખેડે સ્ટેડિયમમાં વરસાદના વિઘ્નની સંભાવના વચ્ચે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને દિલ્હી કૅપિટલ્સ (DC) વચ્ચેની નિર્ણાયક અને અત્યંત મહત્ત્વની મૅચ માટે જે ટૉસ (TOSS) ઉછાળવામાં આવ્યો એમાં દિલ્હીના કાર્યવાહક સુકાની ફાફ ડુ પ્લેસીનો કૉલ સાચો પડ્યો હતો અને તેણે ફીલ્ડિંગ પસંદ કરી હતી. અક્ષર પટેલ (AXAR PATEL)ને ફ્લૂ થયો હોવાથી તે મેદાન પર નહોતો આવ્યો અને તેના સ્થાને ડુ પ્લેસી સુકાન સંભાળી રહ્યો છે.

મુંબઈએ કૉર્બિન બૉસ્ચના સ્થાને સ્પિનર મિચલ સૅન્ટનરને ઇલેવનમાં સમાવ્યો છે. મુંબઈના 14 પૉઇન્ટ અને દિલ્હીના 13 પૉઇન્ટ છે. મુંબઈ આ મૅચ જીતીને પ્લે-ઑફમાં પહોંચનારી ચોથી ટીમ બની શકે એમ છે. એવું થશે તો દિલ્હીની ટીમ સ્પર્ધાની બહાર થઈ જશે.

ગુજરાત, બેંગલૂરુ અને પંજાબની ટીમ પ્લે-ઑફમાં પહોંચી ગઈ છે. ચેન્નઈ, હૈદરાબાદ, રાજસ્થાન, લખનઊ અને કોલકાતાની ટીમ સ્પર્ધામાંથી આઉટ થઈ ગઈ છે.

બન્ને ટીમની પ્લેઇંગ ઇલેવનઃ

મુંબઈઃ હાર્દિક પંડ્યા (કૅપ્ટન), રાયન રિકલ્ટન (વિકેટકીપર), રોહિત શર્મા, વિલ જૅક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, મિચલ સૅન્ટનર, દીપક ચાહર, ટ્રેન્ટ બૉલ્ટ અને જસપ્રીત બુમરાહ. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ અશ્વની કુમાર, કૉર્બિન બૉસ્ચ, કર્ણ શર્મા, રાજ બાવા, સત્યનારાયણ રાજુ

દિલ્હીઃ ફાફ ડુ પ્લેસી (કૅપ્ટન), અભિષેક પોરેલ (વિકેટકીપર), આશુતોષ શર્મા, સમીર રિઝવી, ટ્રિસ્ટેન સ્ટબ્સ, દુષ્મન્થા ચમીરા, વિપ્રજ નિગમ, માધવ તિવારી, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહમાન, મુકેશ કુમાર. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ કેએલ રાહુલ, કરુણ નાયર, સેદિકુલ્લા અટલ, ત્રિપુરાણા વિજય, માનવંથ કુમાર.

આ પણ વાંચો…કેકેઆરે આક્રોશ ઠાલવ્યો, ‘ નવો નિયમ વહેલો લાવ્યા હોત તો અમે પ્લે-ઑફમાં પહોંચ્યા હોત’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button