દિલ્હીએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી, કોલકાતાનો ગુરબાઝ થોડા ધમાકા પછી આઉટ થયો

નવી દિલ્હીઃ દિલ્હી કૅપિટલ્સ (DC)ના કૅપ્ટન અક્ષર પટેલે આજે અહીં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. દિલ્હીની ટીમમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો, જ્યારે કોલકાતાએ પેસ બોલર વૈભવ અરોરાના સ્થાને અનુકૂલ રૉયને ઇલેવનમાં સમાવ્યો હતો.
સોમવારે ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાન રૉયલ્સના 14 વર્ષના ઓપનર વૈભવ સૂર્યવંશીએ ઐતિહાસિક સદી (38 બૉલમાં 11 સિક્સર, 7 ફોરની મદદથી 101 રન) ફટકારી તેમ જ યશસ્વી જયસ્વાલ (અણનમ 70) સાથે 166 રનની રેકૉર્ડ-બ્રેક ભાગીદારી કરી એને પગલે અન્ય ટીમો પણ ધમાકેદાર ઓપનિંગ માટે કોઈ કસર નહીં છોડે.
આપણ વાંચો: દિલ્હી કૅપિટલ્સની રનર-અપ ખેલાડીઓ ફાઇનલ હાર્યા બાદ ડિનર માટે જમીન પર જ ગોઠવાઈ ગઈ
એ જોતાં આજે દિલ્હી સામે કોલકાતાના સુનીલ નારાયણ અને રહમનુલ્લા ગુરબાઝ Rahmanullah Gurbaz)ની ઓપનિંગ જોડીએ પણ જોરદાર આરંભ કર્યો હતો. ગુરબાઝે મિચલ સ્ટાર્કના પહેલા જ બૉલમાં ફોર ફટકારીને શરૂઆત કરી હતી.
જોકે તે એક સિક્સર અને પાંચ ફોરની મદદથી 26 રન બનાવીને 48 રનના કુલ સ્કોર પર મિચલ સ્ટાર્કના બૉલમાં વિકેટકીપર અભિષેક પોરેલને કૅચ આપી બેઠો હતો. આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યાં સુધીમાં તેમણે 2.2 ઓવરમાં વિના વિકેટે 38 રન કર્યા હતા.
બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન
કોલકાતાઃ અજિંક્ય રહાણે (કૅપ્ટન), રહમનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેન્કટેશ ઐયર, રિન્કુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રૉવમૅન પોવેલ, હર્ષિત રાણા, અનુકૂલ રૉય અને વરુણ ચક્રવર્તી. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ મનીષ પાન્ડે, મયંક માર્કન્ડે, વૈભવ અરોરા, રમણદીપ સિંહ, લવનીથ સિસોદિયા.
દિલ્હીઃ અક્ષર પટેલ (કૅપ્ટન), ફાફ ડુ પ્લેસી, અભિષેક પોરેલ (વિકેટકીપર), કરુણ નાયર, કેએલ રાહુલ, વિપ્રજ નિગમ, ટ્રિસ્ટેન સ્ટબ્સ, મિચલ સ્ટાર્ક, દુષ્મન્થા ચમીરા, કુલદીપ યાદવ અને મુકેશ કુમાર. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ સમીર રિઝવી, આશુતોષ શર્મા, જેક ફ્રૅઝર-મૅકગર્ક, ત્રિપુરાના વિજય, ડૉનોવાન ફરેરા.