દિલ્હી સામે હૈદરાબાદે ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધીઃ નીતીશ રેડ્ડી ઇમ્પૅક્ટ પ્લેયરના લિસ્ટમાં પણ નહીં

હૈદરાબાદઃ આઇપીએલ (IPL-2025)ની વર્તમાન સીઝનની પ્લે-ઑફની રેસની બહાર થઈ ગયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમના સુકાની પૅટ કમિન્સે આજે અહીં દિલ્હી કૅપિટલ્સ (DC) સામેની મૅચ માટેનો ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ પસંદ કરી હતી.
આ મૅચ હૈદરાબાદમાં હોવાથી કમિન્સને હોમ-ટીમના કૅપ્ટન હોવા બદલ ટૉસ ઉછાળવા સિક્કો આપવામાં આવ્યો હતો. હરીફ સુકાની અક્ષર પટેલે ટેઇલ'નો કૉલ આપ્યો હતો, પરંતુ
હેડ’ પડતાં કમિન્સે ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી હતી.
સીએસકેની પ્લેઇંગ-ઇલેવનમાંથી પેસ બોલર મોહમ્મદ શમીને પડતો મૂકવામાં આવ્યો છે અને નીતીશ કુમાર રેડ્ડી (NITISH KUMAR REDDY)ને ઇમ્પૅક્ટ પ્લેયર માટેના પાંચ વિકલ્પમાં પણ નથી સમાવાયો.
ગયા વર્ષે નીતીશ રેડ્ડી ઘણી ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો હતો, પણ ભારત વતી પાંચ ટેસ્ટ અને ચાર ટી-20 રમી ચૂકેલા આ વખતે આઇપીએલની નવમાંથી એક પણ મૅચમાં પૂરા 35 રન પણ નથી કર્યા.ટી. નટરાજનને આ વખતે પહેલી વાર રમવાનો મોકો અપાયો છે અને તે દિલ્હી કૅપિટલ્સ વતી તે પહેલી વાર રમતો જોવા મળશે.
આપણ વાંચો: રબાડાએ આઇપીએલમાંથી અચાનક જતા રહેવા વિશે ચોંકાવનારું કારણ આપ્યું!
બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવનઃ
હૈદરાબાદઃ પૅટ કમિન્સ (કૅપ્ટન), અભિષેક શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર), સચિન બૅબી, હિન્રિક ક્લાસેન, અનિકેત વર્મા, અભિનવ મનોહર, હર્ષલ પટેલ, ઝીશાન અન્સારી, એશાન મલિન્ગા અને જયદેવ ઉનડકટ. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ ટ્રૅવિસ હેડ, મોહમ્મદ શમી, હર્ષ દુબે, રાહુલ ચાહર, વિઆન મુલ્ડેર.
દિલ્હીઃ અક્ષર પટેલ (કૅપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), અભિષેક પોરેલ ફાફ ડુ પ્લેસી, કરુણ નાયર, ટ્રિસ્ટેન સ્ટબ્સ, વિપ્રજ નિગમ, મિચલ સ્ટાર્ક, દુશ્મંથા ચમીરા, કુલદીપ યાદવ અને ટી. નટરાજન. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ આશુતોષ શર્મા, મોહિત શર્મા, જેક ફ્રૅઝર-મૅકગર્ક, સમીર રિઝવી, મુકેશ કુમાર.