IPL 2025

આઇપીએલની કૉમેન્ટરીમાં કાચિંડાના નામે રાયુડુ-સિદ્ધુ વચ્ચે બબાલ…

નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના ભૂતપૂર્વ બૅટ્સમૅન અને આઇપીએલના છ ટાઇટલ જીતી ચૂકેલા અંબાતી રાયુડુ (AMBATI RAYUDU) તથા નવજોત સિદ્ધુ (NAVJOT SIDDHU) વચ્ચે તાજેતરમાં પંજાબ અને ચેન્નઈ વચ્ચેની મૅચ દરમ્યાન કૉમેન્ટરી બૉક્સમાં ઘર્ષણ થયું હતું જેમાં તેમણે એકમેકને કાચિંડો કહીને ઓળખાવ્યા હતા.
સિદ્ધુ જે ટીમને સપોર્ટ કરતો હોય એમાં ફેરફાર કરીને બીજી ટીમ પ્રત્યે વફાદારી વ્યક્ત કરતો હોય છે એવો રાયુડુનો આક્ષેપ હતો. એવું કહીને રાયુડુએ સિદ્ધુને (રંગ બદલવા માટે જાણીતા) કાચિંડા (Girgit) તરીકે ઓળખાવ્યો હતો.

રાયુડુ બોલ્યો, પાજી, જૈસે ગિરગિટ (કાચિંડો) રંગ બદલતા હૈ વૈસે આપ ટીમ બદલતે હો.’ આવું બોલીને રાયુડુ હસ્યો હતો. સિદ્ધુએ પ્રતિક્રિયામાં રાયુડુને કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો. સોશિયલ મીડિયામાં સિદ્ધુનો આ પ્રત્યુત્તર વાઇરલ થયો છે. સિદ્ધુ બોલ્યો,તમે જે કહી રહ્યા છો એ બિલકુલ ખોટી વાત છે. ગિરગિટ (કાચિંડો) અગર કિસી કા આરાધ્યદેવ હૈ તો વો તુમ્હારા હૈ.

ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન સિદ્ધુનું એવું કહેવું હતું કે અંબાતી રાયુડુના આઇડલ (આદર્શ)ને કાચિંડા તરીકે ઓળખાવ્યા હતા. રાયુડુ માટે એમએસ ધોની આઇડલ છે અને સિદ્ધુએ ધોનીને કાચિંડા તરીકે ઓળખાવ્યો કે શું? એવી સોશિયલ મીડિયામાં ચર્ચા છે. ધોનીના ચાહકોએ સિદ્ધુને વખોડ્યો હતો.

રાયુડુ મોટા ભાગે સીએસકે અને એમઆઇ તરફી રહ્યો છે. જોકે રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)ને વખોડવામાં તેણે ક્યારેય પાછીપાની નથી કરી. રાયુડુની કૉમેન્ટરી બૉક્સમાં સહ-કૉમેન્ટેટર સાથેની ગરમાગરમીનો આ પહેલો કિસ્સો નથી. એક વાર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગડ સાથે તેનું ઘર્ષણ થયું હતું.

બાંગડે જ્યારે મેદાન પરની વ્યૂહરચના સંબંધમાં એમઆઇના સુકાની હાર્દિક પંડ્યાને સપોર્ટ કરવાની બાબતમાં ભૂતપૂર્વ સુકાની રોહિત શર્માના સંભવિત રોલ વિશે મંતવ્ય આપ્યું ત્યારે રાયુડુએ એ મંતવ્ય સાથે અસહમતી દર્શાવતા કહ્યું હતું કે `હાર્દિકને કોઈ સહાયતાની જરૂર જ નથી હોતી. કૅપ્ટનને તેની રીતે જ નેતૃત્વ સંભાળવા દેવું જોઈએ.’

આપણ વાંચો : શું હળદર, લીમડા, લીંબુ પાણીથી કેન્સર હરાવી શકાય? જાણો ડૉક્ટરોએ શું કહ્યું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button