IPL 2025

IPL 2025: પાંચ મેચ હાર્યા બાદ પણ CSK આ રીતે પ્લેઓફમાં પહોંચી શકે છે

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ(CSK)નું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ગઈ કાલે IPL 2025 ની 25મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે CSKને 8 વિકેટે હરાવ્યું. આ સિઝનમાં CSKની આ સતત પાંચમી હાર હતી. જોકે, તે હજુ પણ IPL 2025 ના પ્લેઓફમાં સ્થાન મેળવી શકે એમ છે. પરંતુ પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો ખૂબ જ મુશ્કેલ રહેશે.

IPLની આ સિઝનમાં CSKએ છ મેચ રમી છે અને માત્ર એક મેચ જીતી છે, હાલ CSK પાસે ફક્ત બે પોઈન્ટ છે. પોઈન્ટ ટેબલ CSK હાલ નવમા સ્થાને છે અને તેનો નેટ રન રેટ પણ ખૂબ જ ખરાબ છે. CSKનો નેટ રન રેટ -1.554 છે. હવે જો ટીમને અહીંથી પ્લેઓફમાં પહોંચવું હશે તો બાકીની લગભગ તમામ મેચ જીતવી પડશે. આ ઉપરાંત, અન્ય ટીમોની જીત અને હાર પર પણ નિર્ભર રહેવું પડશે.

આ સિઝનમાં CSKને હજુ 8 મેચ રમવાના છે. જેમાંથી CSK 7 મેચ જીતશ, તો તેને 14 પોઈન્ટ મળશે અને હાલમાં CSK પાસે 2 પોઈન્ટ્સ છે. આ રીતે CSKના 16 પોઈન્ટ થશે. સામાન્ય રીતે આટલા પોઈન્ટ પ્લેઓફમાં પહોંચવા માટે પૂરતા હોય છે.

આ પણ વાંચો: સીએસકેનો ફરી કૅપ્ટન બન્યા બાદ ધોનીની પહેલી પ્રતિક્રિયા કેવી હતી, જાણો છો?

CSKની બાકીની મેચો:

CSK ને બાકીની મેચો મોટા માર્જિનથી જીતવી પડશે. આનાથી નેટ રન રેટમાં સુધારો થશે. CSKની અગામી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામે છે. ચેન્નઈ અને લખનઉ વચ્ચેની મેચ 14 એપ્રિલે રમાશે. આ પછી તે ફરીથી મુંબઈ ઈન્ડિયન્સ(MI) સામે રમશે 20 એપ્રિલે રમાશે. CSKની છેલ્લી લીગ મેચ ગુજરાત ટાઇટન્સ (GT) 18 મેના રોજ અમદાવાદમાં રમાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button