IPL 2026 પહેલા CSK માંથી 5 ખેલાડીઓની ‘છુટ્ટી’ પાક્કી! ફ્રેન્ચાઇઝીને નિરાશ કરી

મુંબઈ: પાંચ વખત ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)નું ટાઈટલ જીતી ચુકેલી ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) માટે IPLની વર્તમાન સિઝન નિરાશાજનક રહી. આ સિઝનના લીગ સ્ટેજમાં CSKએ રમેલી 14 મેચમાંથી ટીમ માત્ર 4 મેચમાં જીત મેળવી શકી. પોઈન્ટ ટેબલમાં CSK છેલ્લા સ્થાને રહી, IPLના ઇતિહાસમાં CSK સાથે આવું પેહલી વાર બન્યું છે. આવતા વર્ષની IPL સિઝનમાં CSKમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. ફ્રેન્ચાઇઝ કેટલાક ખેલાડીઓને રિલીઝ કરી શકે છે.
રાહુલ ત્રિપાઠી:
જે ખેલાડીઓને CSK રિલીઝ કરી શકે છે એ ખેલાડીની યાદીમાં પહેલું નામ રાહુલ ત્રિપાઠીનું છે. IPL 2025 પહેલા યોજાયેલી મેગા ઓક્શનમાં, CSK એ રાહુલ ત્રિપાઠીને 3.4 કરોડ રૂપિયા આપીને ખરીદ્યો હતો. CSKને રાહુલ ત્રિપાઠી પાસેથી ઘણી અપેક્ષા હતી, પણ આ સિઝનમાં તે ફ્લોપ રહ્યો. આ સિઝનમાં તે 5 મેચ રમ્યો હતો, જેમાં તેણે 11 ની એવરેજથી ફક્ત 55 રન બનાવ્યા હતાં. તેની સ્ટ્રાઇક રેટ પણ 100 થી ઓછી રહી હતી. આ નિરાશાજનક આંકડા જોતાં CSK તેને રિલીઝ કરી શકે છે.
રવિચંદ્રન અશ્વિન:
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને CSK રિલીઝ કરી શકે છે. મેગા ઓક્શનમાં CSK એ અશ્વિનને 9.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની પાસેથી પણ ઘણી અપેક્ષાઓ હતી. IPL 2025 માં અશ્વિનને 9 મેચ રમી, પરંતુ ત્યાં તે માત્ર 7 વિકેટ જ લઈ શક્યો. તેનો ઈકોનોમી રેટ 9 થી વધુ રહ્યો.
દીપક હુડા:
દીપક હુડાને પણ CSK રિલીઝ કરી શકે છે. મેગા ઓક્શનમાં CSKએ તેને 6.25 કરોડ રૂપિયા આપીને ખરીદ્યો હતો. પણ તે આ સિઝનમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નહીં. હુડ્ડાએ IPL 2025 માં 7 મેચ રમી, જેમાં તેણે 6.20ની એવરેજથી ફક્ત 31 રન બનાવ્યા. તેની સ્ટ્રાઇક રેટ 75.60ની રહી.
ડેવોન કોનવે:
મેગા ઓક્શનમાં CSK એ ન્યુઝીલેન્ડના બેટર ડેવોન કોનવેને 6.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે છેલ્લી કેટલીક સીઝનમાં ટીમ માટે સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ આ સીઝનમાં તે ફ્લોપ રહ્યો. કોનવેએ IPL 2025માં 6 મેચ રમી હતી, જેમાં તેણે 26 ની એવરેજથી 156 રન બનાવ્યા હતાં.
વિજય શંકર:
મેગા ઓક્શનમાં CSKએ વિજય શંકરને 1.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ સિઝનમાં તેણે 6 મેચ રમી હતી, તેણે 39.33 ની સરેરાશથી માત્ર 118 રન બનાવ્યા. તેના પ્રદર્શનને જોતાં એવું લાગે છે કે CSK તેને રિલીઝ કરી શકે છે.
આ પણ વાંચો….આજે બેંગ્લૂરુ જીતે તો શુક્રવારે પ્લે-ઑફમાં મુંબઈ વિરુદ્ધ ગુજરાત…