IPL 2025

LSG VS CSK: ચેન્નઈએ ટોસ જીતીને બોલિંગનો લીધો નિર્ણય, ચેન્નઈની ટીમમાં અશ્વિન બહાર

LSG VS CSK: લખનઊ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે આજે આઈપીએલની 30મી મેચ રમાઈ રહી છે, ત્યારે અહીંના ઈકાના સ્ટેડિયમમાં રમાશે. ઋષભ પંતની આગેવાની હેઠળની લખનઊની ટીમ અત્યાર સુધીમાં પંત સિવાય ટીમનું સુપર પ્રદર્શન રહ્યું છે, જેમાં છ મેચમાંથી ચાર મેચ જીત્યું છે, જ્યારે ચેન્નઈની ટીમ સતત હારનો સામનો કરતા છમાંથી પાંચમાં હાર્યું છે. મહેન્દ્ર સિંહે ધોનીની આગેવાની હેઠળની ચેન્નઈની ટીમ માટે આજની મેચ પડકારજનક રહેશે.

ધોનીની આગેવાની હેઠળની ચેન્નઈની ટીમે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો છે, જ્યારે પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર કર્યો છે. ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે આજની પ્લેઇંગ ઈલેવનમાં ડેવન કોન્વેની જગ્યાએ શેખ રશીદ અને રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ જેમી ઓવર્ટનને સ્થાન મળ્યું છે. લખનઊની ટીમમાં પણ એક ફેરફાર કર્યો છે, જેમાં હિંમત સિંહના સ્થાને મિચેલ માર્શની એન્ટ્રી થઈ છે.

આ પણ વાંચો: ધોની ફરી ચેન્નઈનો કેપ્ટન!

ચેન્નઈની ટીમના ખેલાડીઓ

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં શેખ રશીદ, રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, જેમી ઓવરટન એમએસ ધોની (કેપ્ટન કમ વિકેટ કિપર), અંશુલ કંબોજ, નૂર અહમદ, ખલીલ અહમદ અને મથીશા પથિરાનાનો સમાવેશ થાય છે.

લખનઊની પ્લેઇંગ ઈલેવન

લખનઊ સુપર જાયન્ટસની પ્લેઈંગ ઈલેવનમાં એડન માર્કરમ, મિચેલ માર્શ, નિકોલસ પુરન, આયુષ બડોની, ઋષભ પંત (વિકેટ કિપર, કેપ્ટન), ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, આવેશ ખાન, આકાશ દીપ, દિગ્વેશ સિંહ રાઠી.

ઇમ્પેક્ટ પ્લેયર્સ જાણો

આ ઉપરાંત, બંને ટીમના ઈમ્પેક્ટ પ્લેયર્સમાં ચેન્નઈમાં શિવમ દુબે, કમલેશ નાગરકોટી, રામકૃષ્ણમ ઘોષ, સેમ કુરેન, દીપક હુડાનો સમાવેશ થાય છે, જ્યારે લખનઊમાં રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, શાહબાજ અહમદ, મેથ્યુ બ્રિત્ઝકે, હિંમત સિંહ છે.

આજની મેચમાં ચેન્નઈની સામે લખનઊની મેચ છે, જેમાં બે સંજોગ ગજબના છે. એક તો બંને ટીમના વિકેટ કિપર કેપ્ટન છે, જ્યારે બીજી વાત એ છે કે ઋષભ પંત ધોનીને ગુરુ માને છે, તેથી આજની મેચમાં ગુરુ સામે ચેલાની ટક્કર મહત્ત્વની રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button