IPL 2025

Video: બોલિંગમાં પીટાઈ થતા બુમરાહે નાયર સાથે ઝઘડો કર્યો; રોહિત શર્માએ આ રીતે લીધી મજા

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 29મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ(DC)અને મુંબઈ ઇન્ડિયન્સ(MI) રમાઈ હતી. આ મેચ ખુબ રસાકસી ભરેલી રહી રહી હતી. દિલ્હી કેપિટલ્સના બેટર કરુણ નાયરે MI સામે મેચમાં શાનદાર (Karun Nair) ઇનિંગ રમી હતી. ડ્રિંક્સ બ્રેક દરમિયાન દરમિયાન MIના બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)એ કરુણ નાયર સાથે ઝઘડો કર્યો હતો. હાર્દિક પંડ્યા મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો, જ્યારે રોહિત શર્મા મજા લેતો જોવા મળ્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ ઘટના દિલ્હી કેપિટલ્સની ઇનિંગની છઠ્ઠી ઓવર પછી ડ્રિંક્સ બ્રેક દરમિયાન બની હતી. પાવરપ્લેની છેલ્લી ઓવર જસપ્રીત બુમરાહે ફેંકી હતી. આ ઓવરમાં કરુણ નાયરે જોરદાર ફટકાબાજી કરી હતી, તેણે ઓવરમાં બે છગ્ગા, એક ચોગ્ગો અને બે રનની મદદથી 18 રન બનાવ્યા. આ સાથે, નાયરે 22 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.

નાયર બુમરાહ સાથે અથડાયો:
કરુણ નાયરે ઓવરના છેલ્લા બોલ પર બે રન લીધા હતાં, તે બીજો રન દોડી રહ્યો હતો, ત્યારે તે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર જસપ્રીત બુમરાહ સાથે અથડાઈ ગયો. જોકે, નાયરે તુરંત આ માટે માફી પણ માંગી હતી, જો કે બુમરાહ રોષે ભરાયો હતો. આ ઓવર સમાપ્ત થયા પછી, સ્ટ્રેટેજીક ટાઈમ આઉટ દરમિયાન બુમરાહ કરુણ નાયર પાસે પોહોંચ્યો અને કંઈક કહ્યું.

અહેવાલ મુજબ બુમરાહે કરુણને કહ્યું કે તું જ્યાં દોડી રહ્યો હતો તે મારી જગ્યા હતી. કરુણે પણ આનો જવાબ આપ્યો હતો. જોકે, હાર્દિક પંડ્યા દરમિયાનગીરી કરે છે અને બંનેને અલગ કરે છે. રોહિત શર્મા આ ઝઘડાની મજા લેતો જોવા મળ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

નોંધનીય છે કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન બુમરાહનો ઓસ્ટ્રેલિયન ઓપનર સેમ કોન્સ્ટાસ સાથે ઝઘડો થયો હતો.

આપણ વાંચો:  CSK એ ઋતુરાજની જગ્યાએ 17 વર્ષીય ખેલાડીને ટીમમાં સામેલ કર્યો, આવો રહ્યો છે રેકોર્ડ

DC vs MI મેચ કેવી રહી?

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી MIએ તિલક વર્માની ફિફ્ટીની મદદથી 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા. સૂર્યકુમાર યાદવે 40 રન અને રિકલટને 41 રન બનાવ્યા. જ્યારે નમન ધીરે અને 17 બોલમાં 38 રન બનાવ્યા હતાં. આ રન ચેઝ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સ તરફથી કરુણ નાયરે 40 બોલમાં 12 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 89 રન બનાવ્યા, પરંતુ તેની શાનદાર ઇનિંગ્સ વેડફાઇ ગઈ. દિલ્હીની ટીમ 19 ઓવરમાં 193 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button