IPL 2025

ભુવનેશ્વર કુમારનો આઇપીએલમાં રેકોર્ડ, બોલર્સમાં હવે આ ખેલાડી બની ગયો…

મુંબઈ: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના પેસ બોલર ભુવનેશ્વર કુમારે (BHUVANESHWAR KUMAR) ક્રિકેટ જગતની સૌથી લોકપ્રિય લીગ ટૂર્નામેન્ટ આઈપીએલ (IPL)માં નવો ઇતિહાસ સર્જયો છે. તેણે આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર પેસ બોલર્સમાં ડવેઇન બ્રાવોનો 183 વિકેટનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

ભારત વતી 2012થી 2022 દરમ્યાન ૨૨૯ આંતરરાષ્ટ્રીય મૅચ રમી ચૂકેલો ભુવનેશ્વર આઇપીએલમાં 35 વર્ષની ઉંમરે હજી પણ ભરોસાપાત્ર બોલર તરીકે ઓળખાય છે. મૅચની શરૂઆતની ઓવરમાં તેમ જ છેવટની (ડેથ) ઓવરમાં વિકેટ લેવાની આ સ્વિંગ સ્પેશિયલિસ્ટ બોલરમાં હજી પણ પહેલા જેવી જ ક્ષમતા છે.

આપણ વાંચો:  રજત પાટીદારે રચ્યો ઇતિહાસ, એવો પ્રથમ કેપ્ટન બન્યો જેણે…

સોમવારે ભુવીએ મુંબઇ ઇન્ડિયન્સ (MI) સામેના રોમાંચક મુકાબલાની 18મી ઓવરમાં મુંબઈના ઇન્ફોર્મ બેટ્સમેન તિલક વર્મા (29 બૉલમાં 56 રન)ની મહત્વની વિકેટ લીધી હતી. એ સાથે, આરસીબીને મૅચ પર કાબૂ મેળવવામાં મદદ મળી હતી અને છેવટે આરસીબીનો 12 રનથી વિજય થયો હતો.

ભુવનેશ્વરની આઇપીએલમાં એ 184મી વિકેટ હતી અને તેણે આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં પેસ બોલર્સમાં સૌથી વધુ 183 વિકેટ લેનાર ડવેઇન બ્રાવોનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button