બેંગલૂરુએ ફીલ્ડિંગ લીધીઃ જાણી લો, આજે આરસીબીનો કૅપ્ટન કોણ છે?

લખનઊઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની ટીમ આઇપીએલ-2025 (IPL-2025)ની પ્લે-ઑફમાં પહોંચી ગઈ છે એટલે આજે અહીં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મૅચમાં એણે (આરસીબીએ) થોડી અજમાયશ કરવાનું પસંદ કર્યું છે. આરસીબીની ટીમનું સુકાન રજત પાટીદાર નહીં, પણ વિકેટકીપર જિતેશ શર્મા (JITESH SHARMA) સંભાળી રહ્યો છે. પાટીદાર (RAJAT PATIDAR)ને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રાખવામાં આવ્યો છે. મયંક અગરવાલને દેવદત્ત પડિક્કલના સ્થાને પ્લેઇંગ-ઇલેવનમાં સમાવવામાં આવ્યો છે.
પ્લે-ઑફની રેસની બહાર થઈ ચૂકેલી હૈદરાબાદની ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ટ્રૅવિસ હેડ, અભિનવ મનોહર અને જયદેવ ઉનડકટને અગિયારની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
રજત પાટીદારના સુકાનમાં આરસીબીની ટીમ પ્લે-ઑફમાં પહોંચવામાં સફળ થતાં આ ટીમને પહેલી વાર ટ્રોફી જીતવાનો મોકો છે. આ મૅચ જીતીને આરસીબીની ટીમ પ્લે-ઑફની ચાર ટીમમાંથી ટૉપ-ટૂમાં આવવાની દિશામાં આગળ વધશે. ઉલ્લેખનીય છે કે ટૉપ-ટૂમાં આવનારી ટીમ વચ્ચે ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુરમાં 29મી મેએ જે ક્વૉલિફાયર-વન રમાશે એમાં જીતનારી ટીમ સીધી ફાઇનલમાં જશે અને હારી જનારી ટીમને ફાઇનલમાં પહોંચવા વધુ એક તક મળશે.
આપણ વાંચો: અમદાવાદમાં ગુજરાતના ખેલાડીઓ મૅચ હાર્યા, પણ કેવી રીતે અસંખ્ય લોકોના દિલ જીતી લીધા જાણી લો…
બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન
બેંગલૂરુઃ જિતેશ શર્મા (કૅપ્ટન, વિકેટકીપર), વિરાટ કોહલી, ફિલ સૉલ્ટ, મયંક અગરવાલ, રોમારિયો શેફર્ડ, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, લુન્ગી ઍન્ગિડી, સુયશ શર્મા. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ રજત પાડીદાર, રસિખ દર, મનોજ ભંડાગે, જૅકબ બેથેલ, સ્વપ્નિલ સિંહ.
હૈદરાબાદઃ પૅટ કમિન્સ (કૅપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર), નીતીશ રેડ્ડી, હિન્રિચ ક્લાસેન, અનિકેત વર્મા, અભિનવ મનોહર, હર્ષલ પટેલ, એશાન મલિન્ગા, જયદેવ ઉનડકટ. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ મોહમ્મદ શમી, હર્ષ દુબે, સચિન બૅબી, ઝીશાન અન્સારી, સિમરજીત સિંહ.